Home »Self Help» Know Some Inspirational Quotes Of Sant Acharya Vidhyasagar Maharaj

આચાર્યશ્રી વિદ્યાસાગર બતાવે છે કળયુગમાં કયા સૂત્રો અપનાવી બની શકાય સફળ

Dharm Desk, Ahmedabad | Mar 04, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમાદાવાદઃ 22 વર્ષની ઉંમરમાં સંન્યાસ લઈને દુનિયાને સત્ય અંહિસાનો પાઠ ભણાવનાર આચાર્યશ્રી વિદ્યાસાગર મહારાજના દર્શન કરવા લાખો લોકો દૂર દૂરથી આવે છે. તેમના પ્રવચનોમાં ધાર્મિક વ્યાખ્યાન ઓછા હોય છે અને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટેના સૂત્ર વધારે હોય છે. તે એકલા એવા સંત છે જેમના જીવીત રહેતા તેમની ઉપર અત્યાર સુધી 55 પી.એચ.ડી કરવામાં આવી છે. ચાતુર્માસના પાવન અવસર પર અમે લઈને આવ્યા છીએ આચાર્ય શ્રીના સૂત્ર અને તેમની દુર્લભ તસવીરો.
 
જીવન
 
હિન્દી, અંગ્રેજી, સંસ્કૃત, બાંગ્લા, કન્નડ, મરાઠી વગેરે ભાષાઓના જાણકાર શ્રી વિદ્યાસાગરજીનું બાળપણ પણ સામાન્ય બાળકો જેવું જ રહ્યુ. તેમને ગિલ્લી-ડંડા, શતરંજ, ચિત્રકારી, સ્વીમિંગ વગેરેનો શોખ હતો. તે જેમ-જેમ મોટા થયા તેમનો રસ આધ્યાત્મ તરફ વધવા લાગ્યો. આચાર્યશ્રીનું નામ વિદ્યાધર હતું. કર્ણાટકના બેલગાંવના સદલગા ગામમાં આચાર્યશ્રીનો જન્મ 10 ઓક્ટોબર, 1946ના રોજ થયો હતો. હાઈસ્કુલ (ધોરણ 9) સુધીની શિક્ષા પ્રાપ્ત કર્યા બાદ તેઓ વૈરાગ્યની દિશામાં આગળ વધ્યા, તેમણે 30 જૂન, 1968ના રોજ મુનિ દીક્ષા  પ્રાપ્ત કરી. 22 નવેમ્બર, 1972ના રોજ તેમને આચાર્યનું પદ પ્રાપ્ત થયુ.
 
શોધ કરવા છાત્ર મૂક માટીનો અભ્યાસ કરે છે
 
આચાર્યશ્રીએ જૈન દર્શન ઉપર કેટલીક પુસ્તકો લખી છે, તે કવિતાઓ પણ લખે છે. તેમણે માટીને મહાકાવ્યનો વિષય બનાવ્યો અને મૂક માટી નામથી એક ખંડકાવ્યની રચના કરી. ભારતીય જ્ઞાનપીઠ દ્વારા પ્રકાશિત તેમની આ પુસ્તક ખૂબ જ લોકપ્રિય થઈ હતી. વિચારકોએ કહ્યુ કે આ પુસ્તક  દાર્શનિક સંતની આત્માનું સંગીત છે. આ પુસ્તકને કેટલાક છાત્ર પોતાની શોધ માટે ઉપયોગ કરે છે. તેમની અન્ય રચનાઓ નર્મદા કા નરમ કંકર, ડૂબો મત લગાઓ ડુબકી વગેરે છે.
 
- વિદ્યાસાગર 20 વર્ષની ઉંમરમાં આચાર્ય દેશભૂષણ મહારાજથી મળવા જયપુર પહોંચ્યા હતાં.
 
- 22 વર્ષની આયુમાં આચાર્ય જ્ઞાનસાગરે સામાન્ય દેખાતા વિદ્યાસાગરને સંત થવા માટેની દીક્ષા આપી.
 
- સેકડો શોધ કરનાર વિદ્યાર્થીઓએ તેમના કાર્યને માસ્ટર્સ અને ડોક્ટ્રેટ માટે અભ્યાસ કર્યો છે.
 
- તેમના કાર્યમાં નિરંજના શતક, ભાવના શતક, પરીષહ જાયા શતક, સુનીતિ શતક અને શરમાના શતક સામેલ છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો આચાર્યશ્રીએ બતાવેલા જીવન જીવવાના ખાસ સૂત્રો.....
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know some inspirational quotes of sant Acharya vidhyasagar maharaj
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended