Home »Self Help» Self Help Tips: Know Success Tips By Ancient Hindu Books

પોતાની જાતને ટોચ ઉપર લઈ જવી હોય તો 4માંથી કયા માણસોને કરશો પસંદ?

Dharm Desk, Ahmedabad | Jan 29, 2017, 00:10 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ આજની ફાસ્ટ લાઈફમાં આગળ નીકળવાની હોડમાં વ્યક્તિ સંબંધોને સમજવા અને નિભાવવામાં ક્યાંક ઊણો ઊતરે છે. સમાજમાં સારા અને ખરાબ એમ બંને પ્રકારના લોકો રહેતા હોય છે. આપણે સફળ થવું હોય તો આપણે આપણી આસપાસના યોગ્ય લોકોની પસંદગી કરવી અત્યંત જરૂરી છે, કારણ કે યોગ્ય વ્યક્તિ જ આપણને સફળતાની ટોચે પહોંચાડી શકે છે. આપણા અંગત કે બાહ્ય જીવનમાં સંબંધીઓ કે મિત્રોની પસંદગીમાં થાપ ખાઈ જઈએ તો આગળ જતા માઠા પરિણામો ભોગવવા પડી શકે છે. આજે અમે સમાજમાં રહેતાં ચાર પ્રકારના લોકો વિશે વાત કરીશું જેમના સાથે તમારે રોજ મળવાનું થતું હોય છે.
 
ભૌતિકવાદમાં જીવન જરૂરિયાતોને પૂર્ણ કરવાની હોડમાં ઘણીવાર અંગત સંબંધો પણ તણાવ ભર્યા બને છે. વાતનું વતેસર થતા એક-બીજાને કંઈક કરી દેખાડવાની ચેષ્ટા શરું થઈ જાય છે. પછી તે ઘર હોય, કુટુંબ કે કાર્યક્ષેત્ર હોય, આ કવાયતમાં દરેક પોતાને શ્રેષ્ઠ સાબિત કરવા બીજાને માટે સીધા કે પીઠ પાછળ  'મૂર્ખ' શબ્દનો ઉપયોગ કરે છે. જે કોઈપણ વ્યક્તિ માટે માનસિક રીતે અશ્કત બનાવવા માટે આસાન રીત છે. 
 
શાસ્ત્રોમાં લખાયુ છે કે મૂર્ખ વિચાર શૂન્ય છે. જે અજ્ઞાની હોવા છતાં પોતાને સિદ્ધ પંડિત માની અભિમાન કરે છે. તેઓ સાચા ખોટાનો અર્થ ન સમજી શકવાના કારણે પોતાની જવાબદારી અંગે મનફાવે તે રીતે નિર્ણય કરે છે. આવા લોકો સન્માનને પાત્ર તો નથી પણ પોતે ઠોકર ખાઈને બીજાને પણ ભટકાવે છે. ધાર્મિક દ્રષ્ટિએ આમને 84 લાખ યોનીમાં સડી અલગ-અલગ નીચલી જાતીમાં યાતના વેઠી પસાર થવું પડે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો અન્ય 3 પ્રકારના લોકો જેમાંથી તમારે કયા લોકોને પસંદ કરવા જોઈએ તે નક્કી કરી શકો છો...
(Self Help Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Self help Tips: know success tips by ancient hindu Books
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended