Home »Jyotish »Vastu» Home, Office, Factory Or Showroom To Success The Only One Remedy

ઘર, ઓફિસ, ફેક્ટરી કે શોરૂમમાં સફળતા મેળવવા કરો આ માત્ર એક ઉપાય

Dharm Desk, Ahmedabad | Apr 01, 2017, 15:45 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદ. ભગવાન એ ધનના દેવતા છે અને તે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે ઉત્તર દિશામાં વાસ કરે છે. ઉત્તર દિશામાં ભગવાન કુબેરનું આધિપત્ય ગણાય છે. આ દિશાનો સ્વામી ગ્રહ બુધ છે. જો તમારે કંઈ પણ મેળવવું હોય, રિદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય કે વધારે મેળવવું હોય, ભાવિ પરિણામ સારું મેળવવું કે ભવિષ્યકાળ સુધારવો હોય, કોઈ પણ બાબતનો જવાબ મેળવવો હોય તો ઉત્તર દિશાના સાંનિધ્યે તે શક્ય થાય છે. તમારા ગમે તેવાં પ્રશ્નને હલ કરવાં હોય તો ઉત્તર દિશા તમારે માટે પ્રોબ્લેમ-સોલ્વ કરવાનું કામ કરે છે.
 
ઉત્તર દિશામાં રહેતી વ્યક્તિ ઘણી સ્થિર થઈ ગઈ હોય છે. ત્યાંની વસ્તુ પણ સ્થિર હોય છે. ઉત્તર દિશા ખુલ્લી હોય એટલે કે ત્યાં દીવાલ ન હોય તો સૌથી ઉત્તમ ગણાય છે. તેવી દિશાનો ઉપયોગ કરવાથી વધુ સમૃદ્ધ થવાય છે. ઉત્તર દિશામાં દોષ હોય તો આર્થિક સદ્ધરતા રહેતી નથી.ઉત્તરમાં સીડી હોય અને સીડી નીચે મંદિર બનાવેલ હોય, સ્ટોરરૂમ હોય અને ત્યાં ખૂબ જ અંધારું હોય તો દોષ કહેવાય. ઉત્તર દિશામાં કોઈ બારી કે દરવાજો ન હોય. ઔદ્યૌગિક દૃષ્ટિએ આ દિશામાં ખૂબ જ વજનવાળાં મશીનો હોય. ઓફિસની અંદર આ દિશામાં પેન્ટ્રી હોય. ઉત્તર દિશામાં માસ્ટર બેડરૂમ હોય. ઉત્તર દિશાની દીવાલ ઉપર હિંસક પ્રાણીના ફોટા હોય તો કુબેર દોષ ગણાય છે અને દોષને લીધે ધનવાન થવાના બધા જ રસ્તાઓ બંધ થઈ જાય છે.
 
આગળની સ્લાઈડમાં જાણો કુુબેર સ્ટોન ધારણ કરવાથી કયા કયા ફાયદા થાય છે તેના વિશે...
 
 
(Vastu Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Home, office, factory or showroom to success The only one Remedy
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended