Home »Jyotish »Rashi Aur Niddan» The Lord Hanuman And Lord Shani Measure To Resolve The Problem Of Increment

નોકરી+પ્રમોશનમાં આવતી મુશ્કેલીઓ થશે દૂર, કરો આ 4 પ્રાચીન ઉપાય!

Dharm Desk, Ahmedabad | Jan 13, 2016, 11:22 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ આજે ઘણા લોકોની પહેલી ઇચ્છા હોય છે સારી નોકરી મેળવવી. જો કોઇની પાસે સારી નોકરી છે તો તે વ્યક્તિને સારું ઇંક્રીમેન્ટ અથવા પ્રમોશન મળી શકતું નથી જેનું દુઃખ હમેશાં તે વ્યક્તિને રહે છે. આવી સમસ્યાઓને દૂર કરવા માટે વ્યક્તિગત મહેનતની સાથે જ જ્યોતિષિના ઉપાય પણ કરી શકાય છે. અહીં 4 પ્રાચીન ઉપાય જણાવવામાં આવ્યા છે, જેનાથી નોકરીમાં આવી રહેલી બાધાઓ દૂર થઇ શકે છે. આ ઉપાયોની વિધિ અહીં જણાવવામાં આવી રહી છે. બધા જ ઉપાય પૂર્ણ એકાગ્રતા અને શ્રદ્ધાની સાથે કરવા જોઇએ.
 
 
પહેલો ઉપાય- આ ઉપાય શનિવારે કરી શકાય છે.
 
શનિવારની સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠીને બધા જ નિત્ય કર્મોથી નિવૃત થઇને પવિત્ર થઇ જવું. ત્યાર પછી ઘરમાં કોઇ પવિત્ર સ્થાન પર પૂજાનો વિશેષ પ્રબંધ કરવો અથવા કોઇ મંદિરમાં જવું. શનિવારને શનિની પૂજાનો વિશેષ દિવસ માનવામાં આવે છે. શનિ આપણાં કર્મોનું ફળ આપનાર દેવતા છે. એટલાં માટે જ આ દિવસે બધા જ દેવી-દેવતાઓની સાથે શનિ દેવનું પણ વિધિવત્ત પૂજન કરવું જોઇએ. પૂજા કર્યાં પછી શનિના નિમિત્ત તેલનું દાન પણ કરવું.
 
ઉપાય મુજબ વ્યક્તિ શનિવારની સવારે બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું અને બધા જ નિત્ય કર્મોથી નિવૃત થઇને પવિત્ર થઇ જવું. ત્યાર પછી ઘરમાં કોઇ પવિત્ર સ્થાન પર પૂજનનો વિશેષ પ્રબંધ કરવો અથવા કોઇ મંદિરમાં જવું. પૂજન કર્યા પછી શનિના નિમિત્ત તેલનું દાન પણ કરવું.
 
પૂજનમાં અહીં આપેલાં મંત્રનો જાપ 1008 વાર કરવાનો રહેશે. જાપ માટે રૂદ્રાક્ષની માળાનો ઉપયોગ કરી શકાય છે.
 
મંત્રઃ-ऊँ नम: भगवती पद्मावती ऋद्धि-सिद्धि दायिनी दुख-दारिद्रय हारिणी श्रीं श्रीं ऊँ नम: कामाक्षाय ह्रीं ह्रीं फट् स्वाहा।
 
આ મંત્રનો જાપ શાંતિ પૂર્વક કરવો. પૂજનમાં થોડા સમય લાગશે એટલે કોઇ શાંત તથા પવિત્ર સ્થાનની જ તમારે પસંદગી કરવી.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો ઉપાયની શેષ વિધિ.
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: The Lord Hanuman and Lord Shani measure to resolve the problem of increment
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext