Home »Jyotish »Rashi Aur Niddan» Saturn Direct Motion In Scorpio Zodiac Horoscope Prediction August 2016

15મીથી તમારી પર બદલાઈ જશે શનિની અસર, કોને થશે લાભ, કોને નુકસાન?

Dharm Desk, Ahmedabad | Aug 12, 2016, 13:37 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ25 માર્ચથી શનિ વૃશ્ચિક રાશિમાં વક્રી હતો અર્થાત્ વાંકી ચાલ ચાલી રહ્યો હતો. હવે 14 ઓગસ્ટથી શનિની ચાલ સીધી થઈ જશે અર્થાત્ માર્ગી થઈ જશે. તેની અસર બધી રાશિઓ ઉપર થશે. વક્રી શનિને કારણે અનેક લોકો પરેશાન થયા હતા. કેટલાક લોકો વગર કારણે કોર્ટ-કચેરીના ચક્કરમાં પણ ફસાયા હતા. કામમાં અડચણો આવી અને રૂપિયા અને પ્રોપર્ટીના મામલાઓ ઘોંચમાં પડ્યા હતા. હવે પરેશાન લોકો માટે સારો સમય શરૂ થઈ જશે. તો કેટલાક લોકો ઉપર ચાલી રહેલી શનિની ખરાબ અસર યથાવત રહેશે જેના કારણે તેમને હજી કષ્યમય જીવન જીવવું પડશે.
 
કઈ રાશિઓ ઉપર ચાલી રહી છે સાડાસાતી- તુલા, વૃશ્ચિક અને ધન
 
કઈ રાશિઓ ઉપર છે ઢૈય્યાનો પ્રભાવ- મેષ અને સિંહ
 
કઈ રાશિઓ ઉપર છે શનિની નજર-
 
શનિ વૃશ્ચિક રાશિમાં છે અને વૃષભ રાશિ ઉપર તેની પૂરી નજર છે. મકર રાશિવાળા માટે શનિની વાંકી નજર છે. તેની સાથે જ સિંહ રાશિને પણ શનિ વાંકી નજરથી જોઈ રહ્યો છે.
આ પ્રકારે સીધે-સીધા સાત રાશિઓ ઉપર શનિનો પૂરો પ્રભાવ ચાલી રહ્યો છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો રાશિ પ્રમાણે શનિ શુભ રહેશે કે અશુભ....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Saturn Direct Motion In Scorpio Zodiac Horoscope Prediction August 2016
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended