Home »Jyotish »Rashi Aur Niddan» Know The Prediction Of Nostradamus About Narendra Modi

મોદીનો વધતો દબદબોઃ શું 500 વર્ષ પહેલાં કરેલી આ ભવિષ્યવાણી સાચી પડશે?

Dharm Desk, Ahmedabad | Mar 18, 2017, 18:00 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ નાસ્ત્રેદમસની સાંકેતિક ભવિષ્યવાણીને ધ્યાનમાં લેવામાં આવે તો નરેન્દ્ર મોદી ભારત જ નહીં પણ સમગ્ર એશિયા ઉપર અજેય શાસન કરશે. આજની સ્થિતિને જોઈએ તો લગભગ આ ભવિષ્યવાણી સાચી પડી રહી છે. અત્યાર સુધી નાસ્ત્રેદમસે કરેલી ભવિષ્યવાણી બધી જ સાચી પડી છે અને હાલની સ્થિતિને જોઈએ તો નાસ્ત્રેદમસે કરેલા બધા જ સંકેતો મોદી વિશે કરેલી આ ભવિષ્યવાણી સાચી પડી શકે છે તેવું સાબિત થઈ રહ્યું છે. હાલના સમયમાં સમગ્ર દુનિયાનું ધ્યાન મોદી તરફી છે અને તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સતત ઉપર જઈ રહ્યો છે. ઉત્તર પ્રદેશની ચૂંટણીઓમાં મેળલા ભવ્ય વિજય પછી તો આ વાત એકદમ સાચી પડી રહી હોય તેવું લાગી રહ્યું છે. નાસ્ત્રદમાસે આ ભવિષ્યવાણીમાં 500 વર્ષ પહેલાં કેવા સંકેતો આપ્યા હતા તે જુઓ.
પ્રસિદ્ધ ભવિષ્યવક્તા 'નાસ્ત્રેદમસ'
 
આ વ્યક્તિ છે મહાન ભવિષ્યવક્તા 'નાસ્ત્રેદમસ'... ફ્રાન્સના એક 16મી (1503-1566) સદીના જાણીતા ભવિષ્યવક્તા, એક સમયે ડોક્ટર તથા શિક્ષક પણ રહી ચૂક્યા હતાં. તેઓ પ્લેગ જેવી બીમારીઓનો ઇલાજ કરતાં હતાં. તમને આ વાત જાણીને હેરાની થશે, પરંતુ નાસ્ત્રેદમસ કોઇ સાધારણ રીતે નહીં, પરંતુ પોતાની કવિતાઓથી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો સંકેત આપતાં હતાં. નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓમાંથી મોટાભાગની સત્ય સાબિત થઇ ચૂકી છે. દુનિયાભરની પ્રસિદ્ધ હસ્તિઓની સાથે-સાથે નાસ્ત્રેદમસે અનેક પ્રસિદ્ધ ભારતીય હસ્તિઓ અંગે પણ ભવિષ્યવાણી કરી હતી, જે સત્ય સાબિત થઇ ગઇ છે. તેમણે રાજીવ ગાંધીની હત્યાથી લઇને વિશ્વ યુદ્ધ સુધીની ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઇ. નાસ્ત્રેદમસે ભવિષ્યવાણી કરી હતી તે મુજબ, ભારતની રાજનીતિમાં એવો વ્યક્તિ આવશે જે રાજકીય ક્ષેત્રને હચમચાવી દેશે અને તેમના શાસનમાં ભારત વિશ્વની મહાશક્તિ બનશે. તેમના શાસનમાં ભારતની કાયાપલટ થઇ જશે અને દુશ્મન દેશોનું અસ્તિત્વ ખતમ થઇ જશે. નાસ્ત્રેદમસની આ ભવિષ્યવાણી નરેન્દ્ર મોદી માટે જ હતી એમ કહી શકાય.
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ નાસ્ત્રેદમાસે ભવિષ્યવાણીમાં બતાવેલા સંકેતો.....
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know the prediction of nostradamus about narendra modi
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended