Home »Jyotish »Rashi Aur Niddan» Gemenology And Sub Blue Sapphire Gems Benefit

શનિની સાડાસાતી અને ઢૈય્યામાં દરેક પ્રકારના દુઃખોથી બચવા પહેરો આ રત્ન

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 17:04 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ભગવાને  મનુષ્ય સ્વભાવ એવો ઘડ્યો છે કે તે ચમત્કાર સિવાય કોઇને નમસ્કાર કરતો નથી. વાસ્તવિક રીતે જોતાં શનિ એ વૃદ્ધ ગ્રહ છે અને તે સ્વાભાવિક રીતે જ નિર્બળ છે. છતાં પણ લોકો તેનાથી થરથર કાંપતા હોય છે, કારણ કે એ વૃદ્ધ અને નિર્બળ હોવા છતાં તેનામાં ચમત્કાર દેખાડવાની શક્તિ છે. તેથી જ લોકોને તેની ઘણી જ બીક લાગે છે. નાના કે મોટા, રંક કે રાવ એ દરેકને શનિની સાડાસાતીનો ફેરો જિંદગીભરનો બોધપાઠ ભણાવી જાય છે. શનિનો ફેરો આવ્યો હોય ત્યારે તે પાપ-પુણ્યનો વિચાર ન કરતા અને ગરીબ-શ્રીમંત વચ્ચે ભેદભાવ ન રાખતા પોતાના નિષ્ઠુર ન્યાયનો બોધપાઠ એવો તો શીખવાડી જાય છે કે માણસ ભૂલવા માગે તો પણ આખી જિંદગી સુધી તે તેને ભૂલી શકે નહીં.
 
શનિના રત્નને નીલમ કહેવાય છે. તેના ઉપરત્નને કાકાનીલી કહેવાય છે. જેના ગુણધર્મ નીલમ રત્ન જેવા જ હોય છે. આ રત્નને ક્રિસ્ટલની ભાષામાં આયોબાઇટ કહેવાય છે. જેમાં આર્યન, મેગ્નેશિયમ જેવા મિનરલ્સ છે. તેનો રંગ નીલમ જેવો બ્લુ છે. કાકાનીલી ભારત, મડાગાસ્કર, યુએસએ વગેરે દેશમાંથી મળી આવે છે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કાકાનીતિ રત્નથી કયા ફાયદા થાય છે...
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Gemenology and sub blue sapphire gems benefit
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended