Home »Jyotish »Rashi Aur Niddan» Effect Of Jupiter Transit In Virgo From 11th August 2016 On Your Rashi

ગુરુનો કન્યામાં પ્રવેશઃ વૃષભ, કર્ક, સિંહ, વૃ‌શ્ચિ‌ક, ધન જાતકો મેળવશે ખુશી

Girishbhai P. Joshi, Bhavnagar(Shridhar Panchang) | Aug 18, 2016, 20:02 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃજ્યોતિષ શાસ્ત્રમાં ફળકથનમાં સૌથી વધુ મહત્વ ધરાવતો અત્યંત શુભ અને પવિત્ર તથા સંપત્તિ અને સંતતિનો કારક ગ્રહ ગુરુ તા. ૧૧-૦૮-૨૦૧૬ નાં રોજ રાત્રિનાં ૦૯-૨૯ કલાકે કન્યા રાશિમાં પ્રવેશ કરે છે. જ્યોતિષશાસ્ત્રમાં સામાન્ય સમજ એવી છે કે ગુરુ જે સ્થાનમાંથી ભ્રમણ કરતો હોય એ સ્થાનનાં પરિણામો આપવામાં નિષ્ફળ બને છે. જ્યારે જે સ્થાન ઉપર દ્રષ્ટિ કરે તે ભાવનાં પૂર્ણ અને શુભ ફળો આપે છે. એટલે શાસ્ત્રમાં ।। સ્થાન હાનિ કરૌ ગુરુ ।। એવું એક પ્રચલિત સૂત્ર છે. લગભગ ૧૩ મહિ‌ના સુધી કન્યા રાશિમાં થઇ રહેલું ગુરુનું આ ભ્રમણ ફળકથનમાં અગત્યની અસરોનું કારક બનશે. દેશ અને દુનિયા તથા સમાજમાં વિવિધ ક્ષેત્રો અને બારે રાશિનાં જાતકોને તેની ગહન અસર થશે. સંસ્કૃતમાં બૃહસ્પતિ તરીકે પ્રચલિત ગુરુ દેવોનાં આચાર્ય છે. અત્યંત શુભ અને પવિત્ર ગ્રહ છે. કાળ પુરૂષની કુંડળીમાં શરીરની મેદવૃદ્ધિનો કારક છે. ગુરુ જ્ઞાન અને પ્રજ્ઞાનો કારક, અત્યંત શુભત્વ ધરાવતો અને સંપત્તિનો તથા સંતાન સુખનો કારક છે. 
 
જન્મકુંડળીમાં પાંચમાં અને નવમાં ભાવનો કારક બને છે. એક શાસ્ત્ર વચન અનુસાર લગ્નમાં રહેલો ગુરુ કુંડળીનાં હજાર દોષને હણે છે. ગુરુ એક માત્ર એવી તાકાત ધરાવે છે કે જે અન્ય ગ્રહોની અશુભતાને પણ દૂર કરે છે. મિત્ર ચંદ્રની રાશિ કર્ક રાશિમાં ઉચ્ચત્વ પામે છે. ચંદ્ર-ગુરુની આ જુગલબંધી દેશ અને દુનિયાને કેટલાક શુભ પરિણામો આપશે. ખાસ કરીને વર્તમાનમાં જ્યારે નબળા ચોમાસાની આગાહીઓ થઇ રહી છે ત્યારે કન્યાનો ગુરુ સારા ચોમાસાનાં એંધાણ આપે છે. પાક અને પાણીની અછત થાય એવી કોઇ સ્થિતિ અત્યારે નજરે ચડતી નથી. સમગ્ર દેશમાં એકંદર ચોમાસુ સારું રહેશે. પાણીની અછત વર્તાય એવી પણ સંભાવના વ્યક્ત થતી નથી. ચોમાસુ અને શિયાળુ પાક વિપુલ પ્રમાણમાં થશે. શેર બજાર ફુલગુલાબી બની રહેશે. મોંઘવારી નાથવાનાં પ્રયાસો મહદ અંશે સફળ રહેશે. સોનાનાં બજારો ૨૭ થી ૨૮,૦૦૦ આસપાસ સ્થિર બની રહે, રીયલ એસ્ટેટ અને બાંધકામ ક્ષેત્રમાં તેજીનો સળવળાટ ઉભો થશે. વિકાસ અને વિસ્તૃતિકરણની યોજનાઓ સફળ બનશે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વૃદ્ધિ થશે, રૂપિયો વધુ મજબુત બનશે.
 
દેશનાં સંરક્ષણ બજેટમાં વૃદ્ધિ થશે. પડોશી દેશો સાથેનાં સબંધોમાં નવા આયામો રચાતા જણાશે. કેન્દ્ર સરકાર ઘણા બધા ક્ષેત્રોમાં ખાનગીકરણનો અમલ શરૂ કરશે. શિક્ષણ વધુ રોજગાર લક્ષી બનશે. પડોશી દેશોનાં સબંધોમાં ચઢાવ-ઉતાર અનુભવાશે. દેશની લશ્કરી તાકાતમાં વૃદ્ધિ થશે. વર્ગ વિગ્રહનાં કોઇ એંધાણ જણાતા નથી. નોકરીની જરૂરીયાત ધરાવતા યુવાનોનો અસંતોષ ડામવા માટે વધુ રોજગારીની તકો ઉભી કરવાનાં પ્રયાસો સફળ બનશે.
 
ચંદ્રકુંડળી મુજબ બારે રાશિને કેવું ફળ આપશે તે વિષે વિસ્તારથી જોઇએ આગળની સ્લાઈડ્સમાં.....
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Effect of Jupiter transit in Virgo from 11th August 2016 on your Rashi
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext