Home »Jyotish »Rashi Aur Niddan» How Jupiter Transit In 2016 Will Affect You

આવતા મહિનાથી બધા જાતકોનું બદલાઈ જશે ભવિષ્ય, ગુરુ કરશે આવી અસરો

Dharm Desk, Ahmedabad | Jul 25, 2016, 18:48 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃગુરુ એટલે વિકૃતિનો સંહાર અને સંસ્કૃતિનો સંચાર, ગુરુ એટલે જ્ઞાનનો સાર અને વિજય ઉત્સવનો હાર. જન્મકુંડળીમાં ગુરુનું અનુકૂળ ભ્રમણ જાતકને ન્યાલ કરે અને પ્રતિકૂળ ભ્રમણ બેહાલ કરે. જે જીવનમાં ચારિત્ર્ય-શીલ અને જ્ઞાનનો માર્ગ બતાવે અને કદી કોઇનું બૂરું ના કરે એનું નામ ગુરુ. જન્મકુંડળીમાં ગુરુ માત્ર  એક એવો ગ્રહ છે કે જે અન્ય ગ્રહોના વિકારને દૂર કરે છે અને જાતકના સંસ્કારને આકાર આપે છે. શાસ્ત્રોમાં ગુરુને જ્ઞાન ભંડારી અને કુબેર ભંડારી કહ્યો છે.
 
અત્યારે ગુરુ સિંહ એટલે કે સૂર્યની સ્વગૃહી રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે, પરંતુ તા. 11 ઓગસ્ટ 2016ના રોજ રાત્રે 9-27 મિનિટે ગુરુ સિંહ રાશિમાંથી બુધની કન્યા રાશિમાં પ્રવેશ કરશે. ગુણધર્મની દૃષ્ટિએ વિચારીએ તો ગુરુ બ્રાહ્મણ ગ્રહ છે જ્યારે બુધ બુદ્ધિ અને નર્વ સિસ્ટમનો ગ્રહ છે. ગુરુ અતિ પવિત્ર અને દેવોનો પણ ગુરુ છે. ગુરુ લગભગ 12 મહિના સુધી બુધની કન્યા રાશિમાં ભ્રમણ કરશે તેના લાભાલાભ જગતને કેવા મળશે? તેનો વિચાર કરીએ. ગુરુ અને બુધ બંને સૌમ્ય ગ્રહો હોઇ તેમનો સંયોગ સૌમ્ય હશે. પરંતુ કન્યા રાશિ ગુરુની અસ્ત રાશિ હોઇ અહીં ગુરુ સાધારણ નિર્બળ બનશે.
 
ભૂતકાળમાં જ્યારે જ્યારે ગુરુએ કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે ત્યારે ત્યારે ખાસ કરીને ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્રમાં સારો એવો વરસાદ વર્ષ્યો છે એટલે એક વાત નક્કી છે કે કન્યાનો ગુરુ સારું ચોમાસુ લાવશે. સારો પાક થશે અને ખેતરો ખુશીથી લહેરાશે. વિદેશ સાથેના સંબંધો સુધરશે અને આંતરરાષ્ટ્રીય વેપાર પોલિસીમાં પણ મુક્ત અને ઉદાર વાતાવરણનાં દર્શન થશે. રાશિ વાર ફળનો વિચાર કરીએ તો...

(આગળની સ્લાઈડ્સમાં વાંચો ગુરુના રાશિ પરિવર્તનને લીધે મેષથી લઈને મીન સુધીના જાતકોનું ભવિષ્ય કેવું રહેશે....
 
(કન્યાના ગુરુનું ગોચર ભ્રમણ મેદનીય હોઇ સૂક્ષ્મ નથી. આથી જાતકે સાચું ફળ જાણવા તેની કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિનો પણ વિચાર કરવો જરૂરી છે.)

(ભાગ્યના ભેદ, ડો. પંકજ નાગર, ડો. રોહન નાગર) panckajnagar@yahoo.com
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: How Jupiter Transit in 2016 will affect you
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext