Home »Jyotish »Rashi Aur Niddan» Daily Panchang 21 March 2017 Tuesday

મંગળવારના શુભ મુહૂર્તઃ મિત્ર નામનો યોગ દિવસભર ચાલશે જેમાં ખરીદી કરવી રહેશે શુભ

Shashtri Dharmik Jarnardan Purohit | Mar 21, 2017, 07:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ મંગળવારે મૂળ નક્ષત્રમાં દિવસની શરૂઆત થશે. સવારે ચલ અને લાભ તથા બપોરે અમૃત અને શુભ ચોઘડિયામાં ખરીદી કરવી અને વેચાણ કરવું શુભ રહેશે. મંગળવાર(21 માર્ચ)ના રોજ ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ છે. આ દિવસે સૂર્યદય મૂળ નક્ષત્રમાં રહેશે. ત્યારબાદ સવારે 9-36 થી પૂર્વાષાઢા નક્ષત્રમાં શરૂ થઈ જશે. જે આખો દિવસ ચાલશે. મંગળવારની સવારે મૂળ નક્ષત્ર હોવાથી છત્ર અને ત્યારબાદ પૂર્વાષાઢા નક્ષત્ર લાગવાથી મિત્ર નામનો શુભ યોગ દિવસભર રહેશે. આ દિવસે ગ્રહ-નક્ષત્રોની સ્થિતિ આ પ્રકારે રહેશે. સૂર્ય -કુંભમાં, ચંદ્ર ધનમાં, મંગળ મેષ રાશિમાં,  બુધ મીન રાશિમાં, ગુરુ કન્યા રાશિમાં, શુક્ર મીન રાશિમાં, શનિ ધન રાશિમાં, રાહુ સિંહ રાશિમાં અને કેતુ કુંભ રાશિમાં રહેશે.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો પંચાંગની અન્ય વિગતો...
(પંચાંગ શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત દ્વારા રજૂ કરવામાં આવ્યું છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Daily Panchang 21 March 2017 Tuesday
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended