Home »Jyotish »Rashi Aur Niddan» Know Your Yearly Numerology Future Of 2017

જન્મતારીખનો સરવાળો કરી જાણો, 2017માં ગ્રહ-નક્ષત્ર તમને સાથ આપશે કે નહીં?

Dharm Desk, Ahmedabad | Jan 23, 2017, 21:16 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃશું તમે જાણવા માગો છો કે તમારા માટે 2017નું વર્ષ કેવું રહેશે? તમને તમારા જન્મનો સમય યાદ ન હોય તો પણ તમે સચોટ ભવિષ્ય અંક જ્યોતિષ દ્વારા જાણી શકો છો. દુનિયાભરમાં જ્યારે ભવિષ્ય જાણવાની જુદી-જુદી પદ્ધતિઓનો વિકાસ થયો ત્યારે અંકશાસ્ત્રનો પણ સારો એવો વિકાસ થયો અને ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં અંકશાસ્ત્ર વધુ વિશ્વસનિય ભવિષ્ય જાણવાની પદ્ધતિ તરીકે સામે આવેલું. આજે પણ દુનિયામાં સૌથી વધુ વિશ્વસનિય ભવિષ્ય જાણવાની પદ્ધતિમાં અંકશાસ્ત્ર મોખરે છે તેની પાછળનું કારણ એ છે કે અંકશાસ્ત્ર વધુ સરળ છે. દરેક વ્યક્તિ તેની ચોક્કસ જન્મતારીખના આધારે ભવિષ્ય જાણી શકે છે. ભારતીય જ્યોતિષ વિદ્યામાં પણ તેનો સારો એવો વિકાસ થયેલો છે. આજે જાણો 2017નું વર્ષ અંકશાસ્ત્રની દ્રષ્ટિએ કેવું રહેશે. 
 

વ્યક્તિની જન્મ તારીખ જ તેનો મૂળાંક ગણાશે જેમાં 1 થી 9 સુધીના અંકો ધરાવતા લોકો સીધા જ પોતાનું ભવિષ્ય જાણી શકે છે જ્યારે 11 થી 31 સુધીની તારીખ ધરાવતા જાતકોએ પોતાની જન્મ તારીખનો સરવાળો કરીને એકી સંખ્યામાં અંક પ્રાપ્ત કરવાનો હોય છે. જેમ કે 31 તારીખ હોય તો 3+1=4  અને જ્યારે 29 તારીખ હોય તો 2+9=11 થાય અને ફરીથી તેનો સરવાળો કરતા 1+1=2 અંક પ્રાપ્ત થાય. આ રીતે દરેક વ્યક્તિ જન્મ તારીખના આધારે મૂળાંક શોધી શકે છે.
 
અંક-1
બિઝનેસ નોકરી અને અભ્યાસઃ-
 
અંક 1ના જાતકો ઉપર આ વર્ષે ચંદ્રનો પ્રભાવ રહેશે. નકારાત્મક વિચારોથી દૂર રહેશે અને તમે પોતાની અંદર એક નવી ઊર્જા મહેસૂસ કરશો. નોકરી અને બિઝનેસમાં તમે જોરદાર સફળતા મળશે. અંક જ્યોતિષ 2017 પ્રમાણે આ દરમિયાન તમારી પ્રગતિ થવાની સંભાવના છે. જે લોકો સેલ્સ અને માર્કેટિંગ સાથે જોડાયેલી નોકરી કરતા હોય, તેમને વધુ ફાયદો મળી શકે છે. બિઝનેસમાં કોઈ મોટી સફળતા હાથ લાગશે. જો તમે પાણી, મિલ્ક-પ્રોડક્ટ, કપડાં કે દવાઓના કામ સાથે જોડાયેલાં છો કો સારો એવો નફો મળવાની શક્યતા છે. વિદ્યાર્થીઓને પોતાની મહેનત બમણી કરી દેવી જોઈએ કારણ કે આ વર્ષે રેકોર્ડ-તોડ સફળતા તમારી રાહ જોઈ રહી છે. જે લોકો કોમ્પિટિશન એકઝામ કે ગવર્નમેન્ટ સર્વિસની તૈયારી કરી રહ્યા હોય, તેમને ચોકાવનારા પરિણામ મળી શકે છે. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો તમારી ફેમીલી, લવ લાઈફ અને વર્ષભર કરવાના ઉપાયો....
 
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Know your yearly numerology future of 2017
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended