Home »Jyotish »Rashi Aur Niddan» Astrological Effect Of Saturn In Year 2016, Which Zodiac Sing Most Effected

2016 શનિરાશિફળઃ નવા વર્ષે કોની પર થશે શનિનો પ્રકોપ, કોનું ચમકશે કિસ્મત?

Dharm Desk, Ahmedabad | Jan 05, 2016, 12:47 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃવર્ષ 2016માં શનિ વૃશ્ચિક રાશિમાં ચલાયમાન રહેશે. આ દરમિયાન 25 માર્ચથી 13 ઓગસ્ટ સુધી શનિની સ્થિતિ વક્રી રહેશે. જેના કારણે ઘણા જાતકો ઉપર શનિનો કોપ રહેશે તો કેટલીક રાશિઓ ઉપર શનિ મહેરબાન થશે તે નક્કી છે.
 
જ્યોતિષશાસ્ત્રમાં શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે, કારણ કે મનુષ્યોને તેમના સારા-ખરાબ કર્મોનો દંડ શનિદેવ જ આપે છે. તમારી રાશિ ઉપર ક્લિક કરીને જાણો કેવી અસર કરી રહ્યો છે શનિ આ વર્ષે.
 
મેષ રાશિઃ-
 
વર્ષ 2016માં શનિ વૃશ્ચિક રાશિમાં રહેશે. આ વર્ષે મેષ રાશિવાળા ઉપર શનિની ઢૈય્યાનો પ્રભાવ રહેશે. આઠમા સ્થાની ઢૈય્યા વિપરિત ફળ આપનારી રહેશે. કામકાજમાં અડચણ પેદા થવાની પરિસ્થિતિઓ વધશે. આઠમા સ્થાને શનિ હોય તો સ્વાસ્થ્ય ઉપર પણ ખરાબ પ્રભાવ પડે છે. દુશ્મનો તમને નુકસાન પહોંચાડવા પ્રયાસ કરશે. પાર્ટનરશીપમાં નુકસાન થઈ શકે છે. વેપારમાં તમારી સૂઝબૂઝથી તમે નફો વધારી શકશો. કોઈની ઉપર પણ વધુ વિશ્વાસ ન કરો.
 
25 માર્ચથી 13 ઓગસ્ટ 2016ની વચ્ચે શનિના વક્રી થવાથી સર્જરી કરાવવી પડે તેવી સ્થિતિ પેદા થઈ શકે છે કે પછી અન્ય કોઈ કારણસર હોસ્પિટલના ચક્કર લગાવવા પડી  શકે છે. બોસની સાથે કોઈ વાતે ઝઘડો થઈ શકે છે. કોઈ ખાસ વ્યક્તિથી અલગ પડવું પડી શકે છે. પોતાની પૂરી ક્ષમતા અને યોગ્યતાનો ઉપયોગ કર્યા પછી પણ શનિની ઢૈય્યાને કારણે પરિણામો તમારા ધાર્ય પ્રમાણે નહીં રહે.
 
મેષ રાશિના ઉપાયઃ-
 
1-સવા પાંચ રત્તીનો નીલમ રત્ન કે ઉપરત્ન(નીલી) સોના, ચાંદી કે તાંબાની અંગૂઠીમાં અભિમંત્રિત કરાવીને ધારણ કરો.

2-શનિ યંત્રની સાથે જ નીતમ કે ફિરોજા રત્ન ગળામાં લોકેટની આકૃતિમાં પહેરી શકો છો, આ ઉપાય પણ ઉત્તમ છે.

3-કોઈપણ વિદ્વાન બ્રાહ્મણ પાસે કે સ્વયં શનિના તંત્રોક્ત, વૈદિક મંત્રોના 23000 જાપ કરો કે કરાવડાવો. આ છે શનિનો તંત્રોક્ત મંત્ર- ऊं प्रां प्रीं स: श्नैश्चराय नम:

4-શનિવારે વ્રત રાખો. કીડીઓને લોટ ખવડાવો.

5-ચપ્પલ, કાળા કપડા અને જાડા અનાજ અને લોખંડના વાસણનું દાન કરો.
 
આગળની સ્લાઈડ્સમાં જાણઓ 2016માં શનિદેવ કઈ રીતે તમારી રાશિને પ્રભાવિત કરશે....
 
(તસવીરો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે જ કરવામાં આવ્યો છે)
(Rashi Aur Niddan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jyotish Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Astrological Effect of Saturn in Year 2016, Which zodiac sing most effected
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended