Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» Mahabharat And Puran Says About Brahmcharya Palan Important For Human Life

મહાભારત અને પુરુણોમાં બતાવ્યું છે, પુરુષોએ કેમ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ?

Dharm Desk, Ahmedabad | Apr 18, 2017, 20:16 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ જીવનમાં સારાં સંસ્કારો અને આદર્શ વ્યક્તિ બનવા પુરુષોએ બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ તેવું કહેવાયું છે. ભારતીય સંસ્કૃતિમાં એવા અનેક ઉદાહરણો છે જેમાં બ્રહ્મચર્યની વાત કરવામાં આવી છે. આજે અમે પૌરાણિકકાળથી જ મહાન ઋષિ-મુનિઓ અને મહાન પુરુષોના મતે સંસ્કાર ઘડતર માટે બ્રહ્મચર્યનું પાલન કેટલું અનિવાર્ય છે તે અંગે જણાવીશું.
 
સામાન્ય રીતે બ્રહ્મચર્યની વાત આવે એટલે આજના દરેક યુવાનો સેક્સને કેવી રીતે રોકવું તે અંગે વિચારવા લાગે. આધુનિક વિજ્ઞાન સેક્સના વિચારોને દબાવવા ન જોઈએ તેવું કહે છે પરંતુ પ્રાચીનકાળમાં હિન્દુ ધર્મમાં વિવિધ સંસ્કારો હેઠળ વ્યક્તિનું ઘડતર થતું હતું જેના કારણે વ્યક્તિ મહાપુરુષ બની શકતો હતો. આજે પણ સંસ્કાર ઘડતરમાં માટે તે ખૂબ જ જરૂરી છે.  આજે પણ અનેક હિન્દુ સંપ્રદાયોમાં બ્રહ્મચર્યના પાલનનું મહત્વ શું છે અને તેનું જીવનમાં કેવી રીતે પાલન કરવું જોઈએ તે શીખવે છે. પરંતુ આધુનિક મોબાઈલ યુગમાં જ્યારે સેક્સ યુવાનોને હાથવગું થઈ ગયું હોય ત્યારે બ્રહ્મચર્યની વાત કરવી તથ્યહીન લાગે. પરંતુ તેમ છતાં જ્યારે એક બાળક કિશારોવસ્થાથી યુવાવસ્થા તરફ જઈ રહ્યો હોય ત્યારે સ્ત્રીસંગ અને સેક્સ પ્રત્યે યુવાનોના વલણ ઉપર ચોક્કસ નિયંત્રણ હોવું જરૂરી છે તેવું અનેક નિષ્ણાતો માને છે કારણ કે આ અવસ્થામાં જે વ્યક્તિ સ્ત્રીસંગ અને તેના વિચારો તરફ ભાગે છે તે વ્યક્તિ જીવનમાં વિવિધ રીતે નિષ્ફળતાનો ભોગ બને છે. તે યુવાન ખોટી લતમાં ફસાઈ જાય છે અને પરિવાર અને સમાજ માટે યોગ્ય વ્યક્તિ બની શકતો નથી. 
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો વિવિધ મહાપુરુષોના મતે બ્રહ્મચર્યનું મહત્વ શું છે...
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Mahabharat and Puran says about Brahmcharya Palan Important for Human life
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended