Home »Jeevan Mantra Junior »Gyan Vigyan» This Kind Of Ancient Weapon Can Destroy World In One Second

બાહુબલીની કલ્પના કરતા પણ અનેકગણા શક્તિશાળી હતા આ પ્રચીન હથિયારો

Dharm Desk, Ahmedabad | May 19, 2017, 05:00 AM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ હાલમાં જ રિલિઝ થયેલી ફિલ્મ  બાહુબલી-2માં આશ્ચર્યજનક અસ્ત્ર-શસ્ત્રનો પ્રયોગ બતાવ્યો છે જેને જોઈને દર્શકો મોમાં આંગળા નાખી જાય છે. બાહુબલી-1માં જે રીતે અસ્ત્ર-શસ્ત્ર અને યુદ્ધ-કૌશલનો પ્રયોગ બતાવ્યો તેને લીધે દર્શકોને બાહુબલી-2 ફિલ્મમાં પણ એવો જ રોમાંચ જોવા મળશે તેવું લાગતું હતું. બાહુબલી-2માં પણ જોરદાર શસ્ત્રકૌશલ બતાવ્યું છે. બાહુબલી ફિલ્મમાં જે રીતે યુદ્ધકળા અને શસ્ત્રપ્રયોગ બતાવ્યો છે તે આપણા પ્રાચીન યુદ્ધકળાના આધારે જ બતાવ્યો છે. આજે અમે તમને કેટલાક એવા અસ્ત્ર-શસ્ત્ર વિશે જણાવીશું જેની કલ્પના બાહુબલી-2માં પણ કરવામાં આવી નહીં હોય. આજે અમે તમને પ્રાચીન શસ્ત્રો વિશે જણાવીશું જે એક-પળમાં દુનિયાનો વિનાશ કરી દેવા સક્ષમ હતા આ શસ્ત્રો મોટાભાગે મંત્રશક્તિ દ્વારા તૈયાર કરવામાં આવતા હતા અને ધાર્યું પરિણામ આપતા હતા.
 
હિન્દુ ધર્મગ્રંથો પ્રમાણે પ્રાચીન સમયથી જ હથિયારોમાં મંત્રોથી પેદા કરવામાં આવેલી શક્તિઓ અને ક્ષમતા અનોખી હતી. તેની સામે આજના સમયમાં તૈયાર કરવામાં આવતા યુદ્ધના અસ્ત્રો-શસ્ત્રોની શક્તિ અને ટેક્નિકની ઘણી વામણી છે. ધર્મની અધર્મ અને સત્યની અસત્ય ઉપર જીતનું પ્રતીક ધર્મયુદ્ધોમાં માત્ર શૂરવીરો દ્વારા અપનાવવામાં આવેલ મર્યાદા અને નીતિઓ નિર્ણાયક બનેલી, પણ એવા ઘાતક અસ્ત્ર-શસ્ત્ર પણ ઉપયોગ કરવામાં આવ્યા, જે ખાસ કરીને મંત્ર શક્તિઓથી સાધવામાં આવતા હતા અને તેમાં સમાયેલી અચૂક શક્તિઓ દુશ્મનોની સેનાને વિધ્વંસ્ત કરી દેતી હતી. મહાભારત, રામાયણ અને અનેય પુરાણોમાં પણ અનેક યુદ્ધમાં આવા શસ્ત્ર પ્રયોગનો ઘણીવાર ઉલ્લેખ જોવા મળે છે.
 
પ્રાચીનકાળમાં યુદ્ધ દરમિયાન ઉપયોગ કરવામાં આવતા હથિયાર મુખ્ય કરી બે રીતે તૈયાર કરવામાં આવતા હતા. પહેલાં અસ્ત્ર અને બીજા શસ્ત્ર.
 
અસ્ત્ર-જેને મંત્રોથી સાધીને બીજા ઉપર ફેંકવામાં આવતા હતા. તેના દ્વારા અગ્નિ, વીજળી, ગેસ કે યાંત્રિક ઉપાયોથી દુશ્મનો ઉપર વાર કરવામાં આવતા હતા.
 
આગળની સ્લાઈડ્સમાં વાંચો કયા છે તે પ્રાચીન અસ્ત્રો....
(Gyan Vigyan Gujarati News) સાથે જોડાયેલા અન્ય (Jeevan Mantra Junior Gujarati News) મેળવવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: This kind of ancient weapon can destroy world in one second
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended