Home »Jeevan Darshan» Yearly Meeting Of A Self-Regulatory Body Of Leading Yoga Institutions Of India

હરિદ્વારમાં યોગાને વિશ્વવ્યાપી બનાવવા ભારતના મોટા યોગગુરુની મિટિંગ યોજાઈ

Dharm Desk, Ahmedabad | Feb 07, 2017, 21:27 PM IST

ધર્મ ડેસ્ક, અમદાવાદઃ 7 ફેબ્રુઆરી એટલે મંગળવારે ગાયત્રી તિર્થ શક્તિકુંજ ખાતે ઈન્ડિયન યોગા એસોસિયેશનની મિટિંગ યોજાઈ હતી જેમાં યોગગુરુ બાબા રામદેવ, શ્રી શ્રી રવિશંકર સહિત ભારતના બીજા જાણીતા યોગગુરુઓએ ભાગ લીધો હતો. ગાયત્રી પરિવારના ડો. પ્રણવ પંડ્યાની અધ્યક્ષતામાં યોજાયેલી આ મિટિંગમાં સદગુરુ જગ્ગી વાસુદેવજી, ચિદનાનંદ, શ્રી ઓ.પી તિવારી, ડો. એચ.આર. નગેન્દ્ર, સ્વામી ભારત ભૂષણ, ડો. ઈશ્વર ભારદ્વાજ, ડો. ઈશ્વર બાસવારદી હાજર રહ્યા હતા.
આગામી સમયમાં યોગાને વિશ્વવ્યાપી બનાવવા ભારતના મોટા યોગગુરુની મિટિંગ યોજાઈ જેમાં યોગાના પ્રમોશનની શરૂઆત, યોગાના વિકાસ, એજ્યુકેશન, ટ્રેઈનિંગ, થેરાપી, યોગા રિસર્સ, યોગા પ્રમોશન અને ડેવલપમેન્ટ ઓફ યોગા ઉપર ચર્ચા થઈ હતી. સાથે જ યોગા એવોર્ડને લઈને આવતી સમસ્યાઓ, યોગા ગાઈડલાઈન અને વિદેશથી યોગા શીખવા આવનારા માટે વિઝા આપવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. સાથે જ આગામી મહિને 6 થી 10 માર્ચ 2017 સુધી દિલ્હીમાં યોગા ફેસ્ટના આયોજન માટે પણ ચર્ચા થઈ હતી.
 
 
આગળની સ્લાઈડ્સમાં જુઓ અન્ય તસવીરો....
(Jeevan Darshan Gujarati News) સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો. વાંચતા રહો 76 લાખ+ વાચકોની મનપસંદ અને વિશ્વની નં.1 Gujarati News વેબસાઇટ divyabhaskar.co.in, જાણો સમાચારોથી વધુ. દરેક ક્ષણ અપડેટ રહેવા માટે ડાઉનલોડ કરો Gujarati News App & Divya Bhaskar epaper App.
Web Title: Yearly meeting of A self-regulatory body of leading Yoga Institutions of India
(Read News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended