Home »Jeevan Darshan» Why Orbiting God And Goddess Always Start From Right Hand Side?

કામનાપૂર્તિ માટે, હનુમાનજી, શિવજી ને શ્રીહરિની પૂજામાં ધ્યાન રાખો આ 1 વાત

Dharm Desk, Ahmedabad | Feb 08, 2017, 13:30 PM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ પરિક્રમા દેવ પૂજનનો ખાસ ભાગ છે. શાસ્ત્રોમાં એવું માનવામાં આવ્યું છે કે પરિક્રમા કરવાથી પાપનો નાશ થાય છે. વિજ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો શારીરિક ઉર્જાના વિકાસ માટે પરિક્રમાને વિશેષ મહત્વ પ્રાપ્ત થયું છે.
 
ભગવાનની મૂર્તિ અને મંદિરની પરિક્રમા હંમેશાં જમણી બાજુથી શરૂ કરવી જોઈએ કારણ કે, પ્રતિમાઓમાં રહેલી હકારાત્મક ઉર્જા ઉત્તરથી દક્ષિણની તરફ પ્રવાહિત થાય છે. ડાબા હાથ તરફથી પરિક્રમા કરવાથી આ હકારાત્મક ઉર્જા સાથે આપણું શરીર અથડાતું હોય છે, જેના લીધે શારીરિક બળ ઓછું થાય છે. જાણતા-અજાણતા કરવામાં આવેલ ઊંધી પરિક્રમા આપણાં વ્યક્તિત્વને નુકસાન પહોંચાડે છે. જમણાનો અર્થ દક્ષિણ પણ થાય છે, આ કારણે પરિક્રમાને ‘પ્રદક્ષિણા’ પણ કહેવામાં આવે છે.
 
મંત્રો સાથે કરો દેવ પરિક્રમા-
 
यानि कानि च पापानि जन्मांतर कृतानि च।
तानि सवार्णि नश्यन्तु प्रदक्षिणे पदे-पदे।।
 
અર્થઃ જાણતા-અજાણતા કરવામાં આવેલા પૂર્વજન્મોના બધા જ પાપ પ્રદક્ષિણાની સાથે-સાથે નષ્ટ થઈ જાય. પરમેશ્વર મને સદ્ બુદ્ધિ પ્રદાન કરો.
 
શાસ્ત્રો પ્રમાણે અલગ-અલગ દેવી-દેવતાઓની પરિક્રમાની સંખ્યા અલગ-અલગ જણાવવામાં આવી છે. અહીં જાણો કયા દેવી-દેવતાની કેટલી પરિક્રમા કરવી જોઇએ.
 
આગળની સ્લાઇડ ઉપર ક્લિક કરી જાણો પરિક્રમાની વિધિ તથા મંત્ર...
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Why orbiting god and goddess always start from right hand side?
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext