Home »Family Management» Every Woman And Man Should Take More Time To Do This Five Works From Mahabharata

સ્ત્રી-પુરૂષે બને તો ટાળી દેવા આ પાંચ કામ, નહિતર ભોગવવું પડશે નુકસાન

Dharm Desk, Ahmedabad | Dec 08, 2016, 00:10 AM IST

ધર્મ ડેસ્ક,અમદાવાદઃ કબીરદાસનો એક ખૂબ જ પ્રસિદ્ધ દોહો છે- કલ કરે સો આજ કર, આજ કરે સો અબ. એટલે કે, જે કામ કાલે કરવાનું છે, તેને આજે જ કરી લેવું જોઇએ અને જે કામ આજે કરવાનું છે, તેને અત્યારે જ કરી લેવું જોઇએ. જેનો સીધો અર્થ એવો થાય છે કે કોઇપણ કામ કરવામાં મોડું કરવું જોઇએ નહીં. આ વાત બધા જ કામો માટે યોગ્ય નથી. સ્ત્રી અને પુરૂષ બંન્ને લોકો માટે થોડા કામ એવા પણ છે, જેમાં વિલંબ કરવો સારી વાત છે.
 
મહાભારતના એક શ્લોકમાં જણાવવામાં આવ્યું છે કે આપણે કયા કામને ટાળવાની કોશિશ કરવી જોઇએ...
 
रागे दर्पे माने द्रोहे पापे कर्मणि।
अप्रिये चैव कर्तव्ये चिरकारी प्रशस्यते।।
 
આ શ્લોક મહાભારતના શાંતિ પર્વમાં ઉલ્લેખવામાં આવ્યો છે. જેમાં 5 કામ એવા જણાવવામાં આવ્યાં છે, જેમાં વિલંબ કરવાથી આપણે ઘણી પરેશાનીઓથી બચી શકીએ છીએ. આ પાંચ કામોમાં સૌથી પહેલું કામ છે રાગ એટલે વધારે મોહ, વધારે જોશ, વધારે વાસના. રાગ એક બુરાઈ છે. જેનાથી દરેક વ્યક્તિએ બચવું જોઇએ. જ્યારે પણ મનમાં રાગ ભાવ જાગે ત્યારે થોડા સમય માટે શાંત થઇ જવું જોઇએ. વધારે જોશમાં આવીને કરવામાં આવેલું કામ ખરાબ પણ થઇ શકે છે. વાસનાને કાબૂ ન કરવામાં આવે તો તેના ભયંકર પરિણામ પ્રાપ્ત થઇ શકે છે. કોઇના પ્રત્યે મોહ વધારવામાં પણ થોડા સમય માટે રોકાય જવું જોઇએ. રાગ ભાવ જાગવા પર થોડા સમય માટે રોકાય જઇએ તો આ વિચાર શાંત થઇ શકે છે અને આપણે બુરાઈથી બચી શકીએ છીએ.
 
આગળની સ્લાઇડ્સમાં ક્લિક કરીને જાણો અન્ય કામ કયા છે...
 
(તસવીરોનો ઉપયોગ પ્રસ્તુતીકરણ માટે કરવામાં આવ્યો છે)
Rashifal Gujarati સાથે જોડાયેલા અન્ય અપડેટ જાણવા માટે અમને Facebook અને Twitter પર ફોલો કરો
Web Title: Every woman and man should take more time to do this five works from Mahabharata
(News in Gujarati from Divya Bhaskar)

    Next Article

    Recommended

      PrevNextNext