આજે 27 ડિસેમ્બર અને માગશર સુદ ચૌદશનો દિવસ છે, આ દિવસ ભારતીય પરંપરામાં દત્તાત્રેય જયંતી તરીકે ઊજવવામાં આવે છે. ત્રણમુખ, હાથમાં કમંડળ ધારણ કરનાર અને આસપાસ અનેક પ્રાણીઓ હોય તેવું ચિત્ર દત્તાત્રેય ભગવાનનું છે. અનુસૂયાના પતિવ્રતની પરીક્ષા લેવા આવનાર બ્રહ્મા, વિષ્ણુ, મહેશ જ્યારે, અનસૂયાના તપોબળથી તે બાળક બની જાય છે. તેમાંથી જન્મનાર પુત્ર તે આ દત્તાત્રેય બને છે.
શ્રીમદ્ ભાગવત ગ્રંથ અગીયારમા સ્કંધમાં તેના સાતથી નવમા અધ્યાયમાં ગુરુ દત્તાત્રેય અને તેના ગુરુઓનો ઉલ્લેખ છે. તેમણે ન માત્ર એક ગુરુ ધારણ કર્યા પણ તેને જગતના અલગ અલગ જીવમાંથી જેમાંથી તેને શીખવા મળ્યું તેને ગુરુ બનાવી લે છે. ગુરુ દત્તાત્રેયના 24 ગુરુનો ઉલ્લેખ મળે છે.
દત્તાત્રેયે ધારણ કરેલા 24 ગુરુઓ પાસેથી તેમણે અલગ-અલગ સંદેશ લીધો હતો પણ આપણે આજના જમાના એ સંદેશ કઈ રીતે ઉપયોગી સાબીત થાય છે અને જીવન જીવવામાં તે કેવા ઉપયોગી છે તે જોઈએ. દત્તાત્રેયના 24 ગુરુઓના ગુણને જો જીવનમાં ઉતારી લેવામાં આવે તો જીવનના દરેક તબક્કે તમને સફળતા પ્રાપ્ત થાય છે. અને મુશ્કેલીઓને કેમ મહાત કરવી, સમસ્યાઓ કેમ ઉકેલવી તેનું જ્ઞાન થઈ જાય છે.
આ 24 ગુરુઓ કયા-કયા હતા અને તે આજના જીવન માટે પણ કેવા આપે છે સંદેશ.....