Divya Bhaskar
Jyotish
Home » Jeevan Jivi Jaano » Shastro Ni Shikh » Anya » Truth Of Death And Life Chanakya

કયો માણસ, કયા દિવસે, કયા સમયે અને કેવી રીતે મરશે?

Dharm Desk, Ahmedabad | Mar 29, 2012, 19:30PM IST
કયો માણસ, કયા દિવસે, કયા સમયે અને કેવી રીતે મરશે?
હંમેશાથી એવું માનવામાં આવે છે કે આપણુ ભાગ્ય પૂર્વ નિર્ધારિત હોય છે. આપણે મળતી બધી સુવિધાઓ સફળતા-અસફળતા પહેલાથી જ નક્કી હોય છે. આચાર્ય ચાણક્ય કહે છે....

आयु: कर्म च वित्तं च विद्या निधनमेव च।

पंचैतानि हि सृज्यंते गर्भस्थस्यैव देहिन:।।


ઉંમર, કર્મ, પૈસા, અભ્યાસ અને મૃત્યુનો સમય આ પાંચ વાતો એ સમયે જ નક્કી થઈ જાય છે જ્યારે વ્યક્તિ ગર્ભમાં રહે છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે જ્યારે કોઈ વ્યક્તિનો જન્મ થાય છે તો એ વખતે જ ભગવાન જ નક્કી કરી દે છે કે તે કેટલા વર્ષ સુધી જીવશે. વ્યક્તિનું મૃત્યુ ક્યારે અને કેવી રીતે થશે? તે જનમ્યા પહેલા જ નક્કી થઈ જાય છે. કોઈ વ્યક્તિ કંઈ રીતે કામ કરશે અને કેટલું ધન પ્રાપ્ત કરશે એ પણ પહેલેથી જ નક્કી હોય છે. આપણુ શિક્ષણ પણ પહેલેથી જ નક્કી હોય છે, આ ચાર વાતો સિવાય આપણુ મૃત્યુનો દિવસ પણ એ જ દિવસે નક્કી થઈ જાય છે જે દિવસે આપણે ગર્ભ રહે છે. મૃત્યુ કયા પ્રકારે આવશે તે પણ પહેલેથી જ નક્કી થઈ જાય છે. આ વાતોથી એ સિદ્ધ થઈ જાય છે કે આપણુ આખુ જીવન પહેલેથી જ નક્કી રહેતું હોય છે.

શાસ્ત્રોમાં બતાવેલ આ 5 વાતોમાં એ પણ દર્શાવાયું છે કે આપણુ પહેલુ કર્તવ્ય છે કર્મ. કર્મથી જ આ પાંચો વાતોને પણ બદલી શકાય છે. શ્રીકૃષ્ણએ પણ કર્મને જ પ્રધાનતા આપી છે. આથી વ્યક્તિએ કોઈપણ પરિસ્થિતિમાં કર્મને છોડવું ન જોઈએ. હંમેશા ધર્મના માર્ગે ચાલને કર્મ કરતા રહેવું જોઈએ. ધાર્મિક કર્મોથી જ આપણુ ભાગ્ય બદલાઈ શકે છે.





Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
4 + 9

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment