Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
આવા લોકોના ઘરે ક્યારે પણ ન જાવું જોઈએ કેમ? જાણો
Dharm Desk, Ahmedabad | Apr 27, 2012, 15:32PM IST

સુખ અને શાંતિપૂર્ણ જીવન માટે શાસ્ત્રોમાં ઘણા માર્ગ બતાવામાં આવે છે. કેટલાક નિયમ પણ બનાવ્યા છે જેનું પાલન કરવાથી વ્યક્તિને સમાજમાં માન-સન્માનની સાથે જ બધા સુખ-સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે.
સમાજ અને ઘર-પરિવારમાં અકસર એક-બીજાના ઘરે જવાનું કામ પડે છે. આવામાં આપણે કેટલા લોકોનું ઘર જાવું જોઈએ, આ સંબંધમાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા રચિત શ્રી રામચરિત માનસમાં નિયમ બતાવવામાં આવે છે.
जदपि मित्र प्रभु पितु गुर गेहा। जाइअ बिनु बोलेहं न संदेहा॥
तदपि बिरोध मान जहं कोई । तहां गएं कल्यानु न होई ॥
-श्रीरामचरितमानस १/६२/
તેનો સામાન્ય અર્થ આ છે કે મિત્ર, સ્વામી, પિતા અને ગુરુના ઘરે વગર બોલાવ્યે પણ જઈ શકાય પણ જ્યાં કોઈ વિરોધ માનતા હોય કે આપનું સન્માન ન કરતા હોય, તેના ઘરે જવાથી કલ્યાણ નથી થતું.
શ્રીરામચરિત માનસમાં શિવજી માતા ઉમાને સંબોધીને જણાવે છે કે આવા લોકોને ઘરે ન જવું જોઈએ જ્યાં તમારો વિરોધ થયો કે દ્વેશ થયો હોય પછી ભલેને તે પિતા, ગુરુ, સ્વામી કે મિત્રોનું જ ઘર કેમ ન હોય?
તેનુ કારણ આ છે કે ત્યાં જાવાથી અપમાન સીવાય કંઈ બીજું પ્રાપ્ત થતું નથી. કોઈ પણ વ્યક્તિ પોતાનું અપમાન પસંદ કરતો નથી. આથી અપમાનથી બચવું હોય તો આવા લોકોના ઘરે ન જાવું જોઈએ.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







