Advertisement
Home >> Jeevan Jivi Jaano >> Shastro Ni Shikh >> Anya >> This One Reason Money Leave To Parson Chanakya

માત્ર આ 1 કારણથી, તમારા પર્સમાંથી ઉડી જાય છે રૂપિયા!

Dharm Desk, Ahmedabad | Apr 12, 2012, 20:24PM IST
 
 

આપણુ મન સૌથી વધુ ચંચળ સ્વભાવનું હોય છે. પળવારમાં ગમે ત્યાં પહોંચી જાય છે. એક જગ્યાએ સ્થિર નથી રહેતું. ઠીક એવી જ રીતે આ પ્રકારે ધનની દેવી મહાલક્ષ્મી પણ ચંચળ જ છે. મહાલક્ષ્મીના ગુણ બતાવતા આચાર્ય ચાણક્ય કહે છે...

चला लक्ष्मीश्चला: प्राणश्चले जीवितमंदिरे।

चलाऽचले च संसारे धर्म एको हि निश्चल:।।


ધનની દેવી મહાલક્ષ્મીનો સ્વભાવ ચંચળ માનવામાં આવે છે. આને લીધે જ દેવી ક્યારેય પણ એક સ્થાન ઉપર રોકાતી નથી. કોઈ પણ વ્યક્તિ લાખ પ્રયત્ન કરે પરંતુ તે ધનને રોકી નથી શકતો, ખર્ચ થઈ જાય છે. મહાલક્ષ્મીનો સ્વભાવ ચંચળ હોવાને લીધે કોઈ એકની પાસે સ્થિર નથી રહેતી. જે વ્યક્તિનું ભાગ્ય અને કર્મમાં જેટલો રૂપિયા હોય તેને એટલું જ ધન મર્યાદિત સમયમાં મળી જાય છે, થોડા સમય પછી ફરીથી તે પૈસા કોઈ બીજા પાસે પહોંચી જાય છે. દેવી લક્ષ્મીની કૃપા સદૈવ એક જ કોઈ વ્યક્તિ ઉપર નથી રહેતી.

આચાર્ય કહે છે કે લક્ષ્મી ચંચળ છે, આપણી આત્મા કે પ્રાણ પણ ચંચળ છે. તેની સાથે જ આપણુ જીવન, ઘર-પરિવાર પમ ચંચળ જ છે. ત્યાં સુધી કે તે સંપૂર્ણ સંસાર ચંચળ છે. આ સૃષ્ટિમાં માત્ર ધર્મ જ અચળ અને અટલ છે.

ધન કોઈ એક વ્યક્તિની પાસે હંમેશા નથી રહેતું. કર્મો પ્રમાણે પૈસા એક માણસ પાસેથી બીજા માણસ પાસે પહોંચી જાય છે. એ જ પ્રકારે આપણી આત્મા પણ ચંચળ છે એ સમયે-સમયે શરીર બદલતી રહે છે. આત્મા પણ એક જ શરીરમાં નથી રહેતી, કારણ કે તે પણ ચંચળ છે. આપણુ જીવન પણ ચંચળ સ્વભાવનું જ છે. વ્યક્તિ હંમેશા બાળક નથી રહી શકતો કે જવાન નથી રહી શકતો કે એવું પણ નથી બની શકતું કે તે વૃદ્ધ ન થાય. આ બધી બાબતો ચંચળ સ્વભાવની છે. જ્યારે ધર્મ જ એક માત્ર હંમેશા અચળ અને અટલ રહે છે. આપણા દ્વારા કરવામાં આવેપ કર્મ હંમેશા અટલ રહે છે.




 
 
 

Your Opinion
 
 
Code:
1 + 1

 
Ad Link
Advertisement
Advertisement
Advertisement

Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment