જળ એ જ જીવન છે.કારણ કે માનવ શરીરની રચનામાં 55થી75 ટકા પાણી હોય છે.પાતળા લોકોના શરીરમાં પાણી વધારે હોય છે.કારણ કે ચરબીની તુલનામાં મસલ્સમાં પાણી ધરણ કરવાની ક્ષમતા વધારે હોય છે.આનો અર્થ એ છે કે સ્વસ્થતા અને સૌંર્દય માટે પર્યાય પાણીનુ મહત્વ વધારે છે.
શાં માટે વાંરવાર પીવુ પાણી?આપણા માટે એ જાણવુ જરુરી છે કે આપણા શરીરમાં કેટલુ પાણી દિવસભર વપરાય છે.દિવસભર શ્વાસ લેવા અને છોડવામાં જ શરીરનુ 2થી3 કપ પાણી વપરાઈ જાય છે.પરસેવા ઉપરાંત પેશાબ સ્વરુપે પણ પાણી આપણા શરીરની ગંદકી દુર કરે છે.