Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Saturday, February 11, 2012 20:58 [IST]
 
 

જ્યોતિષી ગ્રહો, 12મી ફેબ્રુ.એ કંઈ તરફ સંકેત આપે છે?

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 9:01 PM [IST](11/02/2012)
 
 
 
 
જાણો, રવિવારે કોની માટે દિવસ સારો દિવસ રહેશે? કયા ઉપાયથી દિવસને સુધારશો? જાણો રવિવારનું જ્યોતિષિય ભવિષ્ય...

મેષ (અ. લ. ઇ.)

-વ્યક્તિત્વ વિકાસ થાય. જૂની સમસ્યાનો હલ આવે. પરિવારમાં ધાર્મિક કામ ઉપર વિચાર આવે. સંતાનની સમસ્યા હલ થાય. વેપારિક નિર્ણય સમજી-વિચારીને કરી લો. મહત્વાકાંક્ષાઓમાં વધારો થાય. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય. માતા-પિતાની સેવાનો મોકો મળે. જીવનસાથી સાથે ફરવા જશે. નોકરીયાત માટે સમય સામાન્ય છે.

વૃષભ(બ. વ. ઉ.)


-ભાગીદારીથી સહયોગ મળે. શ્રમ વધુ કરવો પડે. માતા-પિતા તરફ ધ્યાન આપો. અવ્યાવાહારિક વિચારોમાં કમી આવે. દેવું લેવાથી બચવું. પ્રિય વ્યક્તિ સાથે ભેટ થાય. કામના ક્ષેત્રમાં વિકાસ તથા વિસ્તાર થાય. પરોપકારી સ્વભાવાને લીધે બીજાની મદદથી સંતોષ મળે. જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરો. રોકાણથી બચવું. મોસમી બીમારીઓ થાય. ગ્લેમર ફિલ્ડના વિદ્યાર્થીઓને લાભ મળે.

મિથુન(ક. છ. ઘ.)

-પોતાની બુદ્ધિમત્તાને લીધે તમે સારો નિર્ણય લેશો. તમારું સામાજિક ક્ષેત્ર વધે. આવકમાં વધારો થાય. મિત્રો સાથે વિવાદ, લેનદેનથી બચવું. સહયોગીઓની પ્રસન્નતા તથા પરિવારનો સહયોગથી સમસ્યાઓમાં કમી આવે. કાર્યશૈલીમાં ફેરફાર થાય. ધન આગમનના કામ ઉપર ધ્યાન આપો. ચોરોથી સતર્ક રહેવું.
વેપારમાં લાભ તથા પદોન્નતિ મળે. માનસિક તણાવ અને થકાવટ થઈ શકે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.

કર્ક(ડ. હ.)

-ધર્મ-કર્મમાં રસ જાગે. સ્વજનોનો સહયોગ મળે. આત્મબળમાં વધારો થાય. વિચાર ઉત્તમ રહે. આપસી મેળ વધે. વાહન સાવધાનીથી ચલાવવું. પારિવારિક વાતાવરણ સહયોગાત્મક રહે. કલાત્મક અભિવ્યક્તિને પ્રગટ કરવાની ક્ષમતા વધે. યાત્રા સુખદ તથા સફળતા આપાવે. પોતાની વસ્તુઓ સંભાલીને રહો. અવિવાહિતો માટે સમય સારો છે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવલું. પદહાનીના યોગ છે.

સિંહ (મ. ટ.)

-દુશ્મનોની સંખ્યામાં વધારો થાય. કામમાં વિલંબ થવાતી ચિંતા રહે. કરજ લેવું પડે. આવાસને લગતી ચિંતા રહે. સુખદ લાભદાયી યાત્રા થાય. કાનૂની મામલાઓમાં લાપરવાહ ન રહેવું. ખર્ચામાં કમી કરો. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ ઉપર ધ્યાન આપે. કામના સ્થળે વિવાદ થાય. સ્વાસ્થ્ય સારું રહે.

કન્યા (પ. ઠ. ણ.)

-કાર્ય તથા વ્યાવસાયિક ક્ષેત્રોમાં વિભિન્ન બાધાઓથી મન અશાંત રહે. શત્રુપક્ષેથી સતર્ક રહેવું. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કરજ લેવું પડે. પરિવારના સદસ્યોની મદદ મળે. પોતાના કામની પ્રશંસા થાય. અધુરાં કામ પૂરાં થાય. સંતાનના કામ ઉપર ધ્યાન રાખો. મહત્વપૂર્ણ વ્યક્તિઓના સંપર્કમાં આવશો. પ્રેમ સંબંધ મજબૂત થાય.

તુલા (ર. ત.)

-નવા અનુભવો પ્રાપ્ત થાય. વિચાર શક્તિ ઉત્તમ રહે. ઉદ્દેશ્ય પ્રાપ્ત માટે સફળ બનો. વધુ વ્યયને રોકો. સમજી-વિચારીને કામ કરવાથી સ્થિતિ રુદ્રડ બને. નોકરીમાં સ્થળાંતરણ તથા પદોન્નતિના યોગ છે. પારિવારિક સામાજિક કાર્યમાં સુયશ મળે. પ્રેમીઓ માટે સમય સારો છે. રોકાણ સાવધાનીથી કરવું. સ્વાસ્થ્યનું સુખ મળે. વિદ્યાર્થીઓને સારા પરિણામ મળે.

વૃશ્વિક (ન. ય.)

-આવક માટે ઉત્તમ પ્રયાસ કરવા પડે. પરિવારથી સહયોગ મળે. યાત્રા શુભ રહે. મિત્રોથી લાભ. ભાગીદારોથી આશા ન રાખતા. રોકાયેલ ધન મળે. વ્યાવસાયિક કામમાં સફળ થવાની સંભાવના છે. હિતકારક વ્યક્તિ સાથે ભેટ થાય. વાહન ખરીદીના યોગ છે. ઊતાવળમાં કોઈ કામ ન કરો. દામપત્ય સુખમય રહે. કામમાં વિવાદ અને અડચણો આવે. દુર્ઘટનાના યોગ છે.


ધન (ધ. ફ. ભ. ઢ.)

-વિવાદ સમાપ્ત થાય. સુખ વધે. વ્યાવસાયિક ક્ષેત્રમાં સફળતાના યોગ. અનુકૂળ સમાચાર મળે. આર્થિક સ્થિત સારી રહે. ઊતાવળમાં કામ ન કરવું. રાજ્યોમાં તમારો સ્વભાવ વધે. ભાઈઓનો સહયોગ મળે. વેપાર વિસ્તારની તક મળે. પરિશ્રમનું ફળ મળે. ધાર્મિક યાત્રા થાય. રોગોથી પરેશાન થઈ શકો. સ્પર્ધામાં સફળતા મળે. બિઝનેસમાં લાભ.


મકર (ખ. જ.)

-કામમાં વિલંબથી ચિંતા થાય. વેપારમાં પરેશાનીઓનો સામનો કરવોપડે. સતર્કતાથી કામ કરવું. બીજાનો વિશ્વાસન ન કરવો. ભાઈ-બહેન સાથે મધુર વ્યવહાર રહે. વિદ્યાર્થીઓને પોતાના અભ્યાસમાં ધ્યાન આપો. અભ્યાસમાં સફળ રહો. બીજા વિશે ખોટી ધારણા નુકસાનદાયી રહે. વાણી ઉપર સંયમ રાખવો. રોકાયેલ કામ પૂરાં થાય. જૂનો રોગ સમાપ્ત થાય. વિદ્યાર્થીઓને મહેનત પછી સફળતા મળે.

કુંભ (ગ. શ. ષ. સ.)

-વેપારમાં કર્મચારીઓ ઉપર વધુ ધ્યાન રાખવું. પોતાની વસ્તુઓ સંભાળીને રાખવી. વિદ્વાનની સાથે રહેવાની તક મળે. માનસિક ઉદ્ધિગ્નતા રહે. નવી યોજના બને. પત્નીનો સહયોગ મળે. વેપારમાં ઉન્નતિ થાય. ખાન-પાન પર નિયંત્રણ રાખવું. તમારા દ્વારા કરવામાં આવેલ નિર્ણય યોગ્ય રહે. જીવનસાથીનો સહયોગ મળે. લગ્ન પ્રસ્તાવો મળે. ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવું. મેડિકલના વિદ્યાર્થીઓને સામાન્ય સફળતા મળે.

મીન ( દ. ચ. ઝ. થ.)

-ભોગ-વિલાસમાં રસ જાગે. રોકાયેલ ધન મળતા ધનસંગ્રહ થાય. આત્મવિશ્વાસ વધે. પારિવારિક સુખમાં વધારો થાય. વેપારમાં પ્રગતિના યોગ છે. વાર્તાલાપમાં વ્યવધાન આવે. પરસ્પર સહયોગમાં કમી આવે. આત્મબળમાં કમી આવે. કામમાં વિઘ્ન આવે. બીજાની મદદ મળે. પાર્ટનરના મૂડનું ધ્યાન રાખવું. દુર્ઘટનાઓ થઈ શકે. ગ્લેમર સાથે જોડાયેલ લોકોને મહેનત પછી સફળતા મળે.


Related Articles:

સફળતા મેળવવાના સપનુ સાકાર કરો, બોલો સૂર્યમંત્ર
12મી ફેબ્રુઆરીનું અંક ભવિષ્ય, કોના ગ્રહો રહેશે તેજ?
તમારા બાળકોના ઉછેરમા \'આ વાત કદી ના ભૂલાય\'
હેડેકથી બચી જશો, ઘરમાં નાની-નાની વાતો ધ્યાન રાખો
શનિની મકર-કુંભ રાશિમાં સૂર્ય, પરેશાનીઓ જ આપે !
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 3


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.