Divya Bhaskar
Jyotish
Home » Avu Kem » Rahasya » So That Should Be Used In Worship Kapoor

પૂજામાં કપૂરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?

Dharm Desk, Ahmedabad | Jun 30, 2011, 21:47PM IST
પૂજામાં કપૂરનો ઉપયોગ કેમ કરવામાં આવે છે?
ભગવાનની પૂજા એક એવો ઉપાય છે જેનાથી જીવનની મોટી-મોટી સમસ્યાઓ ઉકેલી શકાય છે. આ કારણે જ પૂજાકર્મની બાબતમાં અનેક સાવધાનીઓ અને વિધિઓ બતાવવામાં આવી છે. કહેવામાં આવે છે કે સંપૂર્ણ વિધિ-વિધાન પૂર્વક પૂજા કરવાથી જ કોઈ પણ વ્રતકે પૂજાનું પૂરું પરિણામ મળે. છે. એટલા માટે જ્યારે પણ આપણા ઘરમાં કોઈ પ્રકારની પૂજાનું આયોજન કરવામાં આવે છે ત્યારે કોઈ શાસ્ત્રોને જાણતા પંડિતને બોલાવવામાં આવે છે. પરંતુ પૂજાના કેટલાક એવા પણ વિધાન છે જેને રોજ પૂજાના સમયે કરવાથી પૂજાનું પૂરું ફળ પ્રાપ્ત થાય છે.

હિન્દુ ધર્મમાં કરવામાં આવતા વિવિધ ધાર્મિક કર્મકાંડો તથા પૂજામાં ઉપયોગ કરવામાં આવતી સમાગ્રીઓની પાછળ માત્ર ધાર્મિક કારણ જ નહીં આ બધાની પાછળ ક્યાંકને ક્યાંક આપણા ઋષિમુનીઓની વૈજ્ઞાનિક વિચારસરણી પણ કામ કરતી હતી. પ્રાચીન સમયથી જ આપણા દેશમાં વિભિન્ન ધાર્મિક કાર્યક્રમોમાં કર્પૂરનો ઉપયોગ કરવામાં આવે છે. કર્પૂરને સૌથી વધુ આરતીમાં ઉપયોગ કરવામાં આવે છે.

પ્રચીનકાળથી જ આપણા દેશમાં દેશી ઘીનો દીવો તથા કર્પૂરને દેવી-દેવતાઓની આરતી કરવાની પરંપરા ચાલી આવે છે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ભગવાન આરતી કરવાથી પ્રસન્ન થાય છે અને ભક્તોની મનોકામના પૂરી કરે છે. એવી માન્યતા છે કે કર્પૂર સળગાવવાથી દેવદોષ અને પિતૃદોષનું શમન થાય છે. કર્પૂર અતિ સુગંધિત પદાર્થ હોય છે. તેના દહનથી વાતાવરણ સુગંધિત થઈ જાય છે.

વૈજ્ઞાનિક શોધથી એવું સાબિત થયું છે કે તેની સુગંધથી જીવાણુ, વિષાણુ-બેક્ટેરિયા વગેરે બીમારી ફેલાવતા જીવ નષ્ટ થઈ જાય છે. જેનાથી વાતાવરણ શુદ્ધ બની જાય છે. તથા બીમારીઓનો ભય પણ રહેતો નથી. આ કારણે જ પૂજા આરતી કે ધાર્મિક કર્મકાંડોમાં કર્પૂરનું વિશેષ મહત્વ બતાવવામાં આવ્યું છે




Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 2

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment