Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Saturday, February 04, 2012 14:04 [IST]
 
 

શુક્રએ બદલી રાશિ, હવે બદલાઈ જશે બધાની કિસ્મત

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 4:32 PM [IST](05/02/2012)
 
 
 
 

શુક્રવારથી પ્રેમ અને રૂપિયા આપનાર ગ્રહ પોતાની ઉચ્ચ રાશિમાં આવી ગયો છે. અર્થાત્ સારું ફળ આપનાર થઈ ગયો છે. પોતાની ઉચ્ચ રાશિમાં આવી જવાને લીધે બધી રાશિઓનું કિસ્તમ બદલાઈ જશે. જ્યોતિષ પ્રમાણે ધન અને સુખ સમૃદ્ધિના દેવતા માનવામાં આવતા શુક્રનું રાશિ પરિવર્તન બધી રાશિઓ ઉપર પોતાની અસર બતાવશે. આમ તો શુક્રના અશુભ પ્રભાવ ખૂબ જ ઓછા હોય છે. પરંતુ ખર્ચને વધારવો અને ધનનું નુકસાન થાય છે. શુક્રવારે સવારથી જ શુક્ર કુંભ રાશિથી નિકળી મીનમાં આવી ગયો છે અને 28 ફેબ્રુઆરીના સવારે મેષ રાશિમાં ચાલ્યો જશે. જાણો શુક્રનો તમારી ઉપર કેવો પ્રભાવ પાડે છે.

મેષઃ-

-મેષ રાશિવાળા માટે સમય અશુભ રહેશે. સમજી વિચારીને રોકાણ કરવું. ધનને સંબંધિત મામલાઓમાં વિશ્વાસઘાતના યોગ બની રહ્યા છે. ધનને લગતી ચિંતા રહેશે..

વૃષભઃ-

-આ રાશિવાળા માટે શુક્રનું રાશિ બદલવાથી આર્થિક લાભ આપનાર રહે. બિઝનેસ માટે સમય ખૂબ જ સારો રહેશે. કરવામાં આવેલ રોકાણનું પૂરું પરિણામ મળે.

મિથુનઃ-

-દસમા ભાવમાં બનનારી શુક્ર ઉપર પડનારી મંગળની દ્રષ્ટિથી આ રાશિવાળાના વેપાર વ્યવસાયમાં સારા લાભ આપનાર યોગ બની રહ્યા છે. પોતાની ઉપર પણ ખર્ચ વધશે.

કર્કઃ-

-આ રાશિવાળા માટે યાત્રાઓના યોગ બનશે. આ રાશિવાળાને ભાગ્યથી અચાનક ધન મળશે. આ રાશિવાળઆને પૈતૃક વ્યવસાયમાં ખૂબ લાભ મળે, વ્યવસાય સાથે સંબંધિત મામલાઓમાં બાહ્ય ક્ષેત્રથી લાભ મળે.

સિંહઃ-

-રાશિવાળા માટે શુક્રદેવ કેટલાક અશુભ ફળ આપનાર રહેશે. આ રાશિવાળાને ખર્ચ વધુ રહેશે. વેપારમાં જોખમ ભરેલા નિર્ણય ન લેવા નહીંતર નુકસાન થઈ શકે. મહેનત કરશો તેમ છતાં ફળ ઓછું મળે.

કન્યાઃ-

-તમારા જીવનસાથીનો સહયોગ મળે. યાત્રાથી વિચારેલ કામ પૂરાં થાય અને લાભ મળે, આ રાશિવાળાને પ્રોપર્ટીને લગતા કામ પૂરાં થાય. તમારી રાશિ માટે ઉચ્ચ રાશિનો શુક્ર ભાગીદારથી ઘનલાભના યોગ બનાવે છે.

તુલાઃ-

-તમારી રાશિના સ્વામી રાશિથી છઠ્ઠી રાશિમાં આવી ગયો છે. શુક્રદેવ તમને દેવા સાથે સંબંધિત કામ પૂરાં થાય અને લાભ આપે. આ રાશિના ચિકિત્સકો અને વકીલો માટે શુક્ર સારું ફળ આપનાર રહેશે. આ રાશિવાળાને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ આવી શકે છે.

વૃશ્ચિકઃ-

-આ રાશિવાળા માટે શુક્રનું રાશિ બદલવું શુભ ફળ આપશે. વૃશ્ચિક રાશિવાળા વિદ્યાર્થીઓ માટે શુક્ર સારું ફળ આપનાર રહેશે. પ્રેમલગ્ન કરવા ઈચ્છતા આ રાશિના લોકો માટે સમય અનુકૂળ છે.

ધનઃ-

-ધન રાશિવાળા માટે સમય અનુકૂળ છે. યોજનાઓ ગુપ્ત રાખો નહીંતર વિચારેલ કામનું પૂરું પરિણાન નહીં મળે. સિંહ રાશિનો મંગળ હોવાથી જમીન, પ્રોપર્ટીના કામમમાં રોકાણ કરવાથી બચવું. રૂપિયા ઉધાર ન આપવા. ધન સાથે સંબંધિત ચિંતા બની રહેશે. મકરઃ-

-પરાક્રમ ભાવમાં શુક્ર અને તેની ઉપર મંગળની દ્રષ્ટિ તમારી મહેનતથી ફળ આપનારી રહે, વિચારેલ નવા કામ થાય અને તેનું પૂરું પરિણામ મળે. મિત્રનો સહયોગ અને પ્રસન્નતા મળશે, સાથે જ મિત્રોની સહાયતા મળે. કુંભઃ-

-ધન ભાવમાં શુક્રના હોવાથી અને તેની ઉપર મંગળની દ્રષ્ટિ હોવાથી આ રાશિના શેરમાર્કેટ સાથે જોડાયેલ લોકોને ધન મળે. કુંભ રાશિના લોકોને વાણી સાથે સંબંધિત કામથી ધનલાભ મળે.

મીનઃ-

-મીન રાશિના લોકો માટે સમય સામાન્ય રહેશે. તમારી રાશિમાં શુક્ર પોતાની ઉચ્ચ સ્થિતિમાં આવી જાય છે. તેનાથી તમારું આકર્ષણ વધશે પરંતુ મંગળની દ્રષ્ટિથી સ્વભાવમાં ઉગ્રતા આવી શકે છે. વાણી ઉપર નિયંત્રણ રાખવું નહીંતર બનેલા કામ પણ બગડી શકે. આ રાશિવાળા લોકોને વ્યર્થ ખર્ચથી બચવું, વ્યસનો ઉપર નિયંત્રણ રાખવું.


Related Articles:

કુંડળીનો કમાલનો ગ્રહ, બળવાન શુક્ર આપે ભરપૂર ભૌતિક સુખ
કુંડળીમાં હોય આવી સ્થિતિ, તે હોય છે ખૂબ ચતુર
પંડિતજીના ઉપાય: રાશિ અનુસાર, શું કરશો આ શુક્રવારે?
ગુપ્ત નવરાત્રિ: રાશિ મુજબ ચઢાવો આ ભોગ, પુરી થશે કામના
માતાના પર્વના છેલ્લા દિવસે, રાશિ પ્રમાણે કરજો મંત્ર જાપ
મેષ રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો વીતશે? જાણો રાશિફળથી
વૃષભ રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો વીતશે? જાણો રાશિફળથી
મિથુન રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો વીતશે? જાણો રાશિફળથી
કર્ક રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો વીતશે? જાણો રાશિફળથી
સિંહ રાશિ માટે ફેબ્રુઆરી મહિનો કેવો વીતશે? જાણો રાશિફળથી




 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 6


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.