શનિશ્વરી અમાસ કાલેઃ તમારી રાશીથી જાણો શનિદોષનો ઉપાય

21 એપ્રિલને શનિશ્વરી અમાસનો યોગ બની રહે છે. ધર્મ ગ્રંથો અનુસાર શનિશ્વરી અમાસને દાન, પૂજા-પાઠ, પ્રયોગ અને ઉપાય કરવાનો દિવસ હોય છે. જ્યોતિષ અનુસાર શનિદેવ બધા રાશિવાળા પર કોઈને કોઈ રીતે અસર પહુંચાડે છે.
શનિશ્વરી અમાસ પર બધા લોકો પોતાની રાશિ અનુસાર શનિદેવને પ્રસન્ન કરવા માટેના ઉપાય કરો તો ઝડપથી જ બધી પરેશાનિઓથી છુટકારો મળવા લાગશે. આ ઉપાય આ પ્રકારે છે –
મેષ –આ રાશિવાળાને ઔષધિઓનું દાન દેવું જોઈએ અને મસૂરની દાળ વહેતા જળમાં વહાવવી જોઈએ.
વૃષભ –વૃષભ રાશિવાળાને કોઈ સાધુને તવો કે અંગૂઠી દાનમાં આપો અને શિવમાં દૂધ-દહીંનું દાન આપો.
મિથુન –આ રાશિવાળા કાળા સુરમા અને કાળા કપડામાં મગ રાખીને દાન દો તો દોષની શાંતિ થશે અને શનિ દેવ પણ પ્રસન્ન થશે.
કર્ક – કર્ક રાશિવાળાને પોતાની રાશિ અનુસાર વહેતા જળમાં કાલસો વહેવડાવવો જોઈએ.
સિંહ –સૂર્યની રાશિવાળા શનિ શાંતિ માટે મીઠા તેલનું દાન કરો.
કન્યા –આ રાશિના લોકો શનિ મંદિરમાં શનિ દેવને તેલથી અભિષેક કરો તો શનિદોષની શાંતિ થઈ શકે છે.
તુલા –તુલા રાશિવાળાને કાંસાના વાસણમાં તેલ ભરી તેમાં પોતાનો ચહેરો જોઈને તેલ વાસણની સાથે દાન કરવું જોઈએ. સુખ નારિયેળ નદીમાં પ્રવાદહિત કરો.
વૃશ્ચિક –શનિદેવની શાંતિના માટે બ્રાહ્મણોને ભોજન કરાવો અને દક્ષિણા આપો.
ધન –આ રાશિવાળાને તલના તેલનું દાન કરવું જોઈએ.
મકર –શનિદેવની આ રાશિના લોકોએ કાળા કપડાનું દાન કરવું અને પાણીમાં કોલસા વહાવવા.
કુંભ –આ રાશિવાળાને અડદ અને તેલનું દાન દેવું જોઈએ.
મીન –મીન રાશિ વાળાએ બૂટ-ચપ્પલનું દાન કરો.







