Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
16મી મેથી શનિ કરશે રાશિ પરિવર્તનઃ તમારી પર શુ થશે અસર?
Dharm Desk, Ahmedabad
| May 08, 2012, 17:14PM IST

૧૬મી મે ને બુધવારથી શનિ વક્રી થાય છે ,જે હાલ તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે. શનિ તુલા રાશિમાંથી કન્યા રાશિમાં વક્રીભ્રમણ કરશે અને ૪ ઓગસ્ટ સુધી એટલે કે ૧૦૮ દિવસ સુધી કન્યામાં વક્રીભ્રમણ કરશે. શનિનું આ વક્રીભ્રમણ શુભાશુભ ફળ અપાવશે તેમ જયોતિષાચાર્ય જણાવી રહ્યાં છે.
શહેરના જાણીતા જયોતિષાચાર્ય ચેતન પટેલે જણાવ્યું હતું કે, શનિ વર્તમાન સમયે તુલા રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે જે ૧૬મી મે ને બુધવારે કન્યા રાશિમાં વક્રી થશે અને ૪ ઓગસ્ટ સુધી એટલે કે ૧૦૮ દિવસ સુધી કન્યા રાશિમાં વક્રીભ્રમણ કરશે. શનિના આ વક્રીભ્રમણથી દરેક રાશિમાં શુભાશુભ અસરો થશે જે આ પ્રમાણે છે.
મેષ :વક્રી શનિ છઠ્ઠો બનતા કોર્ટ, કચેરી કે હરીફાઇના ક્ષેત્રે સફળતા અપાવશે.
વૃષભ :વક્રી શનિ પાંચમો બનતા સંતાનના પ્રશ્નોમાં નાની મોટી રૂકાવટો અને ચિંતા કરાવશે.
મિથુન :વક્રી શનિ ચોથો બનતા જમીન, મકાન, પ્રોપર્ટીને લગતાં કામોમાં રૂકાવટનો સામનો કરાવશે.
કર્ક :વક્રી શનિ ત્રીજો બનતાં કુટુંબીજનો અને મિત્રોનો સાથ સહકાર અપાવશે અને નાનાં- મોટાં સાહસોમાં સફળતા અપાવશે.
સિંહ :વક્રી શનિ બીજો બનતા નાની- માટી આર્થિક ખેંચ અને મૂંઝવણનો સામનો કરાવશે.
કન્યા : વક્રી શનિ પ્રથમ ભાવે રહેતાં આકસ્મિક માનસિક ચિંતા-બેચેની કરાવે.
તુલા :વક્રી શનિ બારમો બનતા કોર્ટકચેરીના ધક્કા અને વાદવિવાદ કરાવી શકે છે.
વૃશ્વિક :વક્રી શનિ અગિયારમો બનતા વેપાર, ધંધા, નોકરીમાં પ્રગતિ સાથે પ્રમોશન અપાવશે,આર્થિક લાભ કરાવશે.
ધન :વક્રી શનિ દશમો બનતા વેપાર ધંધા-આજીવિકામાં સફળતા અપાવશે.
મકર :વક્રી શનિ નવમો બનતા ભાગ્યોદાયી કાર્યો કે લાંબા પ્રવાસમાં વિલંબ કરાવશે.
કુંભ :વક્રી શનિ આઠમો બનતા શારીરિક કે માનસિક બીમારીનો સામનો કરાવે અને અકસ્માતથી બચવું જોઇએ.
મીન રાશિ-વક્રી શનિ સાતમો બનતા દાંપત્યજીવન અને નોકરી ક્ષેત્રે વિલંબ કરાવી શકે છે.
વક્રી શનિની અસરથી બચવા શું કરવું?
વક્રી શનિની અશુભ અસરથી બચવા માટે ઉપાય તરીકે શનિવારે ઉપવાસ કરવો, શનિવારે ગરીબોને યથાશક્તિ દાન આપવું, હનુમાનજીને તેલ સિંદૂર ચડાવવું અને હનુમાન ચાલીસાના યથા શક્તિ પાઠ કરવા જોઈએ. શંકરભાઈ રાવલ, શાસ્ત્રી
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







