Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Saturday, February 04, 2012 16:00 [IST]
 
 

8.02.12ના થશે અદભુત ઘટનાઃ શનિના હાથમાં હશે આપના ભાગ્ય

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 6:13 PM [IST](04/02/2012)
 
 
 
 

8 ફેબ્રુઆરીથી 26 જુન સુધી આપના ભાગ્ય શનિ દેવના હાથમાં હશે. આપ પર શનિદેવની વિશેષ અસર પડશે. 8 ફેબ્રુઆરીથી શનિદેવ બદલી જશે. અત્યાર સુધી શનિ પોતાની સીધી ચાલ ચાલી રહ્યો હતો. 8 ફેબ્રુઆરીથી શનિ પોતાની ચાલ બદલી ત્રાંસી ચાલે ચાલવા લાગશે. જ્યોતિષ માં તેને વક્રી થવાનું કહેવામાં આવે છે. શનિ 4 મહીના અને 18 દિવસ વક્રી ચાલ ચાલશે.

વક્રી ચાલની અસર -

જો શનિ વક્રી થાય તો રાજ્ય, જલ તથા જનતા પર એનો પૂરો પ્રભાવ પડે છે. ફલદીપિકા નામક ગ્રંથ પ્રમાણે આયુષ્ય, મૃત્યુ, ડર, કેદ થવું, અપમાન, બીમારી, દુખ, ગરીબી, બદનામી, પાપ, મજૂરી, કરજ અને લોખંડની વસ્તુ આ બધા પર શનિની અસર થાય છે. જો શનિ વક્રી થશે તો તેની અસર જોવા મળશે.

કેમ વિશેષ છે -

બુધવાર 8 ફેબ્રુઆરીના શનિ પોતાની ચાલ બદલે છે. અંક જ્યોતિષ અનુસાર અંક 8 શનિનો નંબર હોય છે. બુધ શનિનો મિત્રગ્રહ છે એ માટે બુધવારે જ શનિની ચાલ બદલવી એ ખુબ પ્રભાવશાળી રહેશે. શનિ પોતાની ચાલ 26 જુને ફરી બદલશે. 26નો યોગ પણ 8 થાય છે એ માટે એવું માનવામાં આવે છે કે 8 ફેબ્રુઆરીથી 26 જુન સુધીનો સમય શનિના દાથમાં રહેશે અને એ પ્રમાણે જ તેના પર અસર પડશે.


Related Articles:

આ મંત્રથી રામનામ લો, હનુમાન શનિ કરી દેશે સુખોથી માલામાલ
શનિવાર- વસંત પંચમીનો યોગ, શનિ પ્રકોપથી બચાવશે આ મંત્ર
તમારી કુંડળીમાં શનિ કયાં છે? 40 દિવસમાં બાધા ટળી શકે!
શનિ, વાસ્તુ અને દરેક દોષોને દૂર કરવાનો આ છે રામબાણ ઉપાય



 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.