Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Tuesday, April 19, 2011 16:55 [IST]
 
 

...એટલે વૈશાખ મહિનામાં પરબ લગાવવામાં આવે છે!

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 5:30 PM [IST](19/04/2011)
 
 
 
 
ધાર્મિક દ્રષ્ટિએ દરેક મહિનાનું પોતાનું આગવું મહત્વ હોય છે. હિન્દુવર્ષના બીજા મહિના વૈશાખ વિશે લખ્યું છે કે....

न माधवसमो मासो न कृतेन युगं समम्।

न च वेदसमं शास्त्रं न तीर्थं गंगया समम्।।


(स्कंदपुराण, वै. वै. मा. 2/1)

અર્થાત્ વૈશાખની સમાન બીજો કોઈ મહિનો નથી, સત્યયુગની સમાન કોઈ યુગ નથી, વેદ સમાન કોઈ શાસ્ત્ર નથી અને ગંગાજી સમાન કોઈ તીર્થ નથી. આ વર્ષ વૈશાખ મહિનાની શરૂઆત 19 એપ્રિલ મંગળવારથી થઈ છે જે 17 મે મંગળવાર સુધી ચાલશે.

ધર્મગ્રંથો પ્રમાણે સ્વયં બ્રહ્માજીએ વૈશાખને બધા મહિનાઓમાં ઉત્તમ બતાવ્યો છે. ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ સિવાય બીજો કોઈ મહિનો નથી. જેઓ વૈશાખ મહિનામાં સૂર્યદય પહેલા સ્નાન કરે છે, તેને ભગવાન વિષ્ણુ ખાસ પ્રેમ કરે છે, બધા દાનથી જે પુણ્ય મળે છે અને બધા તીર્થોથી જે ફળ પ્રાપ્ત થાય છે. તે જ ફળ વૈશાખ મહિનામાં માત્ર જળદાન કરવાથી પ્રાપ્ત કરી શકાય છે. જે જળદાન નથી કરી શકતા તેઓ જળદાનું મહત્વ બીજાને સમજાવે તો પણ શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે. જે મનુષ્ય આ મહિનામાં પરબ લગાવે છે તે વિષ્ણુલોકમાં સ્થાન પ્રાપ્ત કરે છે. એવું પણ કહેવાય છે કે, જેને વૈશાખ મહિનામાં પરબ લગાવી થાકેલા-માંદા લોકોને સંતુષ્ટ કર્યા છે તેનાથી બ્રહ્મા, વિષ્ણુ અને શિવ વગેરે દેવતાઓને ખુશ થઈ જાય છે.

Related Articles:

શુભ કામ કરતા પહેલા શું કામ કરવું? અને કેમ?
કંકુના ચાંલ્લા પર આપણે ચોખા કેમ લગાડવાં જોઇએ?
સદીઓ બાદ પણ હનુમાનથી કેમ નારાજ છે અહીના લોકો!
મહિલાઓ કરી શકે છે બાલબ્રહ્મચારીની પૂજા કેમ કે...
ઘરમાં બંધ પડેલી, “ઘડિયાળ” કેમ ન રાખવી?
મુખ્ય દ્રાર પર કેમ લગાડવી જોઇએ,કાળા ઘોડાની નાળ
જાણો છો ભગવાનના વાહન પશુ જ કેમ હોય છે ?
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 9


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.