- ચંદ્ર દરેક વ્યક્તિના મન સાથે જોડાયેલો છે. સંશોધન પ્રમાણે કુંડળીમાં ચંદ્ર જ્યારે દૂષિત બને છે ત્યારે વ્યક્તિ અશાંતિનો, બેચેનીનો અનુભવ કરે છે.
- જે વ્યક્તિની કુંડળીમાં પ્રથમ સ્થાને ચંદ્ર હોય તો ચંદ્રની કૃપા મેળવવા માટે ચાંદીનો સિક્કો શરીર પર ધારણ કરવો. ચાંદી કે પિત્તળના વાસણથી જળ પીવું, દૂધનો વ્યવસાય ન કરવો, દૂધનું દાન કરવું, કોઇનું આપેલું દૂધ પીવું નહીં.
- ચંદ્ર જન્મકુંડળીના બીજા સ્થાનમાં હોય તો લીલા રંગના વસ્ત્રનું દાન કરવું, ગાયને લીલું ઘાસ નીરવું, ઘરના પાયામાં ચાંદીની વસ્તુ દાટવી, માતા પાસેથી સદા માટે આશીર્વાદ લેવા, કુટુંબની વૃદ્ધ સ્ત્રીઓની સેવા કરવી, મમરા, ચોખા, દૂધ, દૂધની મીઠાઇ, સફેદ વસ્ત્રોનું ગરીબોને દાન આપો.
વેદમાં સૂર્યને પરમાત્માની આંખ તરીકે વર્ણવ્યા છે. ચરાચર જગતનો કોઇ આત્મા હોય તો તે સૂર્યનારાયણ છે. વેદમાં ચંદ્રને પરમાત્માનું મન કહે છે. ‘ચંદ્રમા મનસો જાત:’ ચંદ્ર નારાયણના મનમાંથી ઉત્પન્ન થયા છે. ચંદ્ર દરેક વ્યક્તિના મન સાથે જોડાયેલો છે. અમારા સંશોધન પ્રમાણે કુંડળીમાં ચંદ્ર જ્યારે દૂષિત બને છે ત્યારે વ્યક્તિ અશાંતિનો, બેચેનીનો અનુભવ કરે છે. ચંદ્ર દૂષિત બનતાં અનિદ્રાનો રોગ લાગુ પડે છે.
નબળા મનનો માનવી પ્રગતિ કરી શકતો નથી. નબળા મનની સ્ત્રીઓ પાખંડી પુરુષના પ્રેમમાં ફસાઇને અવળા માર્ગે દોરાય છે. વ્યભિચાર, પ્રેમલગ્ન, પ્રેમભગ્ન, છુટાછેડા આ બધા પાછળ ચંદ્રનું બળ કામ કરે છે. જેનું મન ઊકળતા પાણીની જેમ ઉછાળા મારતું હોય, વારંવાર અનેક વિષયો તરફ ભાગતું હોય તેવી વ્યક્તિ અશાંતિનો ભોગ બને છે. જેનું મન શીતળ જળની જેમ એક જ કાર્યમાં સ્થિર બનતું હોય તેવી વ્યક્તિ શાંતિને પ્રાપ્ત કરે છે.
અમારી પાસે મોટાભાગે દૂષિત ચંદ્રવાળી વ્યક્તિઓ વધારે આવતી હોય છે. જેની કુંડળીમાં મેષ કે વૃશ્વિકનો લડાયક ચંદ્ર હોય, રાહુ કે કેતુ સાથે બેઠો હોય, શનિ સાથે બેઠો હોય આવી વ્યક્તિ શાંતિ શોધવાના પ્રયત્નમાં હોય છે. જ્યોતિષી આવી વ્યક્તિને ભક્તિના માર્ગે વાળે છે અથવા કોઇ ઉપાય બતાવે છે. આજે આપણે ચંદ્રને પ્રસન્ન કરવાના ઉપાયોની ચર્ચા કરીશું.
જે વ્યક્તિની કુંડળીમાં પ્રથમ સ્થાને ચંદ્ર હોય તો ચંદ્રની કૃપા મેળવવા માટે ચાંદીનો સિક્કો શરીર પર ધારણ કરવો. ચાંદી કે પિત્તળના વાસણથી જળ પીવું, દૂધનો વ્યવસાય ન કરવો, દૂધનું દાન કરવું, કોઇનું આપેલું દૂધ પીવું નહીં, પલંગના ચાર પાયામાં તાંબાની ખીલી મારવી, વડ અને પીપળાને દૂધ-પાણી અર્પણ કરવાં, જન્મ આપનારી માતાના ચરણનો સ્પર્શ કરીને બહાર જવું, અઠ્ઠાવીસ વર્ષ પહેલાં લગ્ન ન કરવાં, વરસાદનું પાણી બારેમાસ ઘરમાં રાખવું, ચોવીસ વર્ષ પહેલાં પોતાનું મકાન ન બનાવવું. ખુલ્લી જગ્યામાં ઘઉં, મસૂરની દાળ તથા તાંબાનો સિક્કો એક હાથ ઊંડે દાટવો.
ચંદ્ર જન્મકુંડળીના બીજા સ્થાનમાં હોય તો લીલા રંગના વસ્ત્રનું દાન કરવું, ગાયને લીલું ઘાસ નીરવું, ઘરના પાયામાં ચાંદીની વસ્તુ દાટવી, માતા પાસેથી સદા માટે આશીર્વાદ લેવા, કુટુંબની વૃદ્ધ સ્ત્રીઓની સેવા કરવી, મમરા, ચોખા, દૂધ, દૂધની મીઠાઇ, સફેદ વસ્ત્રોનું ગરીબોને દાન આપો. કુંડળીના ત્રીજા સ્થાનમાં જો ચંદ્ર હોય તો માતાજીની પૂજા કરો, ચંડીપાઠ અથવા દેવીસૂકતનો પાઠ કરો, માતાજીને ચૂંદડી અર્પણ કરો, ગરીબ કન્યાઓનું કન્યાદાન કરો, દીકરીનું ધન લેવું નહીં, કુટુંબની દરેક સ્ત્રીઓ તરફ માન રાખો, દીકરી ઉપર હાથ ઉગામશો નહીં.
ચંદ્ર જો જન્મકુંડળીના ચોથા સ્થાનમાં હોય તો શુભકાર્ય કરતાં પહેલાં દૂધ અથવા પાણીનો ઘડો ભરીને પાણિયારે મૂકો, દૂધનું દાન કરો. દૂધનો વ્યવસાય ક્યારેય ન કરવો. પિતૃઓને પ્રસન્ન કરવા માટે તર્પણ, શ્રાદ્ધ, યજ્ઞ, દાન વગેરે કરો. પિતા, દાદા, પૌત્ર એકસાથે મંદિરમાં દર્શન કરો સાથે મળીને પિતૃકાર્ય કરો. અમાસના દિવસે વડ અને પીપળાને દૂધ, પાણી અર્પણ કરો. શક્ય હોય તો અમાસે નદીમાં સ્નાન કરો. જન્મકુંડળીમાં ચંદ્ર પાંચમા સ્થાનમાં હોય તો જીવનમાંથી લાલચને દૂર કરો. સ્વાર્થ છોડીને પરમાર્થનાં કાર્ય કરો.
અશુભ વાણી (ગાળો) ક્યારેય ન બોલો. શુભકાર્ય કરતાં પહેલાં સાકર ખાઓ. વહેતા જળમાં ચોખાના લોટની ગોળીઓ અર્પણ કરો. વર્ષમાં એકવાર પહાડી પ્રદેશમાં ફરવા માટે જાઓ. ચંદ્ર જન્મકુંડળીમાં છઠ્ઠા સ્થાને હોય તો પોતાની અંગત વાતો કોઇને પણ કહેશો નહીં. માતા-પિતાને કેસરવાળું દૂધ પોતાના હાથે પીવડાવો. રાત્રે દૂધપાન ન કરવું. ગરીબો માટે અન્નદાન, જલદાન (પરબ)નું નિર્માણ કરાવો. સસલું પાળવાથી લાભ થાય.
shashtripandya99@gmail.com