તમને લાભ આપનાર ગ્રહો મે માસમાં બદલે છે સ્થાન, જાણો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બધાની કુંડળીમાં નવ ગ્રહોની સ્થિતિ અનુસાર જ આપણું જીવન ચાલે છે. આપણે જે પણ સુખ કે દુ:ખ મળે છે તે ગ્રહોની સ્થિતિ પર નિર્ભર કરે છે.
ગ્રહોની ચાલની આપણા કાર્યો પર સીધો પ્રભાવ પડે છે. બધા ગ્રહ 12 રાશિઓમાં વિચરણ કરે છે અને ગ્રહોની ગતિ પણ જુદી-જુદી જ હોય છે. જાણો આ માસમાં ક્યો ગ્રહ કઈ રાશિમાં સ્થિત છે –
સૂર્ય – આ મહીને મેષમાં છે. 14 પછી એ વૃષભ રાશિમાં જશે.
ચંદ્ર –ચંદ્ર ગ્રહની ગતી વધારે તેજ માનવામાં આવે છે, આ એક રાશિમાં માત્ર અઢી દિવસ જ રોકાય છે. 1 મેના ચંદ્ર સિંહ રાશિમાં રહેશે, 2 મેના એ કન્યા રાશિમાં પ્રવેસે કરશે. તે પછી અઢી-અઢી દિવસમાં રાશિ પરિવર્તન કરશે.
મંગળ –આ મહીનામાં ગ્રહોનો સેનાપતિ મંગળ સિંહ રાશિમાં છે.
બુધ –બુધ મીન રાશિમાં છે અને 5 મે પછી મેષમાં જશે. 21 મે પછી બુધ વૃષભ રાશિમાં જશે.
ગુરુ –ગુરુ મેષ રાશિમાં છે અને 17 મે પછી વૃષભ રાશિમાં
શુક્ર –આ મહીને શુક્ર વૃષભમાં, 11 મેના મિથુનમાં, 15 મે પછી વક્રી, 18 મે પછી વૃષભ રાશિમાં.
શનિ –તુલા રાશિમાં, 19 મે પછી કન્યા રાશિમાં વક્રી થશે.
રાહુ –આ માસમાં રાહુ વૃશ્ચિક રાશિમાં સ્થિત છે.
કેતુ –વૃષભ રાશિમાં સ્થિત રહેશે.







