Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
તમારા સાથી રહેશે હંમેશા સેફ એન્ડ હેપી, આજે બોલો મંગળમંત્ર
Dharm Desk, Ahmedabad | Apr 24, 2012, 19:13PM IST

હિન્દુ ધર્મશાસ્ત્રોમાં મંગળ ગ્રહ શિવકૃપાથી જન્મેલ ભૂમિપુત્ર માનવામાં આવ્યો છે. આ કારણ છે કે મંગળ ઉપાસના જમીન અને સાંસારિક જીવન સાથે જોડાયેલ બધા સુખ આપનાર માનવામાં આવે છે. આ ક્રમમાં મંગળની શુભતા દામપત્ય સુખોને નક્કી કરે છે.
તો મંગળના ખરાબ યોગ દામપત્ય જીવનમાં કન્યાના વૈવાહિક જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરનાર માનવામાં આવે છે. જે ચાલતી રહે તો વૈધવ્ય યોગ કે પતિ ઉપર ઘાત પણ આવે છે. જેની માટે કુંડળીના પહેલા, ચોથા, સાતમા આઠમા કે બારમા ભાવમાં મંગળનું હોવું માનવામાં આવે છે. તેને માંગલિક કુંડળી પણ કહેવમાં આવે છે. પરંતુ અન્ય ગ્રહો અને રાશિના યોગથી આ ખરાબ પ્રભાવ સામે રક્ષણ પણ મેળવી શકાય છે. પરંતુ દામપત્ય જીવનમાં ઊથલ-પાથલ જરૂર મચેલી રહે છે.
આ મંગળદોષથી છુટકારો મેળવવા કે બચીને લગ્ન જીવનને સુખદ બનાવવા માટે કોઈપણ મંગળવારે અથવા અખાત્રીજના પુણ્ય યોગમાં કરવું શુભ હોય છે. જેમાં અખંડ સૌભાગ્યની કામનાથી શાસ્ત્રોમાં મંગળપૂજામાં કેટલાક વિશેષ મંત્રોનું ખાસ કરીને સાંજના સમયનું સ્મરણનું મહત્વ બતાવ્યું છે. જાણો, આ વિશેષ મંત્ર...
મંગળવારે સાંજે મૂર્તિ કે ઉજ્જૈનમાં સ્થિત મંગળના જન્મ સ્થાન ઉપર મંગળની વિશેષ પૂજા સામગ્રીઓનો ચઢાવાની સાથે જ પૂજા કરી આ મંત્રોનું સ્મરણ કરો. જેમાં લાલ ગંધ, ચંદન, લાલ ફૂલ, લાલ અક્ષત, લાલ વસ્ત્ર ચઢાવો.
ऊँ मंङ्गलाय नम:।
ऊँ सुहागानां कृपा कराय नम:
ऊँ सर्वरोग्य प्रहारिण नम:
ऊँ रक्ताय नम:
-મંત્ર સ્મરણ પછી મંગળની સાથે જ શિવ પૂજા અને ધ્યાન કરી આરતી કરો. આ પૂજા અને મંત્ર ઘાતક મંગળદોષને દૂર કરે છે.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







