લક્ષ્મીજીને ઘરે કાયમી બોલાવવા છે? તો કરો અખાત્રીજે આટલું

ધર્મ ગ્રંથો અનુસાર જે ઘરમાં પારદેશ્વરી લક્ષ્મી (પારાથી નિર્મિત લક્ષ્મી પ્રતિમા)ની સ્થાપના હોય છે. ત્યાં ક્યારેય ધન-ધાન્યની કમી રહેતી નથી હોતી. જો આ અખાત્રીજના દિવસે ઘરમાં સ્થાપિત કરવામાં આવે તો ઘણું વધારે ફળ આપે છે. આ વખતે અખાત્રીજ 24 એપ્રિલ, મંગળવારના છે.
સ્થાપના વિધિ –
અખાત્રીજના દિવસે સવારે પૂજા સ્થાનને સ્વચ્છ કરી લો તથા સ્વયં પણ સ્નાન કરી સાફ વસ્ત્ર (ગુલાબી કે પીળા રંગનું) ધારણ કરો. આપની સામે કોઈ બાજોઢ (લાકડાનો પાટલા) પર ગુલાબી રંગના વસ્ત્રપાથરી તેના પર હળદરથી રંગેલા ચોખા દ્વારાસ્વસ્તિક કરો તથા તેની પર એક તાંબા કે ચાંદીની પ્લેટ રાખી શ્રી મંત્રનું ઉચ્ચારણ કરતા ફૂલ રાખો, તેફૂલ પર પારદેશ્વરી લક્ષ્મીની સ્થાપના કરો. સ્થાપના પછી પંચોપચાર (સ્નાન, ચંદન, ચોખા, કંકુ,નૈવેદ્ય, ધૂપ, દીપ, આરતીથી) પૂજન કરો.
- પૂજનની સમાપ્તિ પછી નીચે લખેલ મંત્રની માળા (કમળ ફૂલ, સ્ફટિક કે શંખમાળાથી) જપ કરતા થોડો-થોડા ચોખા ચઢાવો તથા ફૂલ સમર્પિત કરો.
મંત્ર –
ऊँ ऐं ऐं श्रीं श्रीं ह्रीं ह्रीं पारदेश्वरी सिद्धिं ह्रीं ह्रीं श्रीं श्रीं ऐं ऐं ऊँ
- મંત્ર જપ પૂર્ણ થયા પછી ગુલાબની માળા પારદેશ્વરી મહાલક્ષ્મી પ્રતિમાને સમર્પિત કરો અને શ્રદ્ધાની સાથે ભગવતી લક્ષ્મી પાસે પ્રાર્થના કરો કે તે સ્થાયી રૂપે આપના ઘરમાં નિવાસ કરે.
- આ પ્રકારે શ્રદ્ધાપૂર્વક પારદેશ્વરી લક્ષ્મીની સ્થાપના ઘરમાં કરવાથી બધા સુખની પ્રાપ્તિ થાય છે.







