Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
આપના જન્મ નક્ષત્રનું ફળ જાણો
Shastri Vinod Pandya
| Jul 31, 2010, 00:01AM IST

પૂવૉભાદ્રપદ :
આ નક્ષત્રના માલિક અજચરણ છે. આ નક્ષત્રમાં જન્મનાર વ્યક્તિ બોલવામાં ચતુર, અનેક શાસ્ત્રોનો જ્ઞાતા, ધર્મને ન માનનારો, વારસો મેળવનાર, સદા માટે શોક કરનારો તથા સ્ત્રીઓથી ઠગાનારો બને છે.
ઉત્તરાભાદ્ર પદ :
આ નક્ષત્રના માલિક અર્હિબુધ્ન્ય છે. આ નક્ષત્રમાં જન્મનાર વાદવિવાદો કરવામાં કુશળ, વકીલ કે બેરિસ્ટર, વધુ સંતાનવાળો, ખૂબ વાતો કરનારો તથા ઉદાર વૃત્તિનો હોય છે.
રેવતી :
આ નક્ષત્રના દેવ પૂષા દેવ છે. આ નક્ષત્રમાં જન્મનાર વ્યક્તિ સ્ત્રીઓમાં આસકત રહેનારો, શૂરવીર, ખૂબ જ માન અને કીર્તિ મેળવનાર બને છે. બીજાના ધનને તુચ્છ સમજનારો બને છે. ખૂબ જ સુંદર ભાષણ કરનારો પણ બને છે.
આ પ્રમાણે આપણે ૨૭ નક્ષત્રોના ફળકથન વિશેની ચર્ચા કરી. માણસે સુખી થવા માટે નક્ષત્રના દેવની ઉપાસના કરવી જોઇએ. નક્ષત્રબલિ, નક્ષત્રશાંતિ જેવી વિધિ દક્ષિણમાં થાય છે. દરેક નક્ષત્રનાં ચાર ચરણ હોય છે.
આ ચાર ચરણોમાંથી અમુક ચરણ જ અશુભ માનવામાં આવે છે. અશ્વિનીનું પ્રથમ ચરણ, આશ્લેષાનું ચોથું ચરણ, મઘા નક્ષત્રનું પહેલું ચરણ, જયેષ્ઠા નક્ષત્રનું ચોથું ચરણ, મૂળ નક્ષત્રનું પહેલું ચરણ, રેવતી નક્ષત્રનું ચોથું ચરણ. આ પ્રમાણે બાળકનો જન્મ ક્યા ચરણમાં થયો છે તે મહત્વનું ગણાય છે. નક્ષત્રોનું ફળ અનુભવ સિદ્ધ અને સચોટ છે.
બાળક જ્યારે જયેષ્ઠા નક્ષત્રના પ્રથમ ચરણમાં જન્મે ત્યારે મોટાભાઇનો નાશ થાય છે. બીજા ચરણમાં નાનાભાઇને નુકસાન કરે છે. ત્રીજા ચરણમાં પિતાને અને ચોથા ચરણમાં પોતાનો નાશ કરે છે. કેટલાંક નક્ષત્રો ઉપર અમુક ચોક્કસ ગ્રહોનું આધિપત્ય જોવા મળે છે. પોતાનું નક્ષત્ર જોઇને તે ગ્રહની ઉપાસના કરવી.
સૂર્ય - કૃતિકા, ઉત્તરા ફાલ્ગુની, ઉત્તરાષાઢા
ચંદ્ર - રોહિણી, હસ્ત, શ્રવણ
મંગળ - મૃગશીર્ષ, ચિત્રા, ધનિષ્ઠા
બુધ - આશ્લેષા, જયેષ્ઠા, રેવતી
ગુરુ - પુનર્વસુ, વિશાખા, પૂવૉભાદ્રપદ
શુક્ર - ભરણી, પૂવૉફાલ્ગુની, પૂવૉષાઢા
શનિ - પુષ્ય, અનુરાધા, ઉત્તરાભાદ્રપદ
રાહુ - આદ્રૉ, સ્વાતિ, શતભિષા
કેતુ - અશ્વિની, મઘા, મૂળ
પૂવૉભાદ્રપદ નક્ષત્રમાં જન્મનાર વ્યક્તિ બોલવામાં ચતુર, અનેક શાસ્ત્રોનો જ્ઞાતા, ધર્મને ન માનનારો તથા વારસો
મેળવનાર હોય છે.
shashtri.pandya99@gmail.com
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







