મિત્તલ, અંબાણી, ટાટા, બિરલાના ભવ્ય મહેલો અને વૈભવ વિશે જાણો જ છો કે પછી વ્હાઈટ હાઉસના ભભકા વિશે તમે વિચારો જ છો...પણ...
આજે મારે તમને એવા મહેલોમાં લઈ જવા છે જેની આગળ આ બધા તો ઠીક પરંતુ ખુદ ધનરાજ કુબેરના મહેલો પણ તેની સામે પાણી ભરતા હતા. આ ભવન છે પાંચ હજાર વર્ષ જુનું પણ તેની વિગત વાંચતા તમને લાગશે કે આજના સ્વિમિંગપુલની વ્યવસ્થા ત્યાં જોવા મળે છે, આ મહેલોમાં એ સમયે એરકંડિશન હોવાના ઉલ્લેખો મળે છે! આવા મહેલોની રચના ન તો એ પહેલા થઈ હતી, ન તો પછી થઈ છે અને હવે પછી થશે. આજે આપણે જાણીએ કુન્તીનંદન યુધિષ્ઠિરે બનાવેલા 'ઈન્દ્રપ્રસ્થ' ભવનના વૈભવશાળી અને વિચિત્ર રચના વિશે. ઈન્દ્રપ્રસ્થ તેની વિચિત્રતાઓ માટે જાણીતો પૌરાણિક મહેલ છે. તેમાં જાણીશું કે - કઈ રીતે બન્યું? તેમાં શું-શું વિચિત્રતા હતી?
કૌરવો અને પાંડવો વચ્ચે ભીષ્મ અને કૃષ્ણની મધ્યસ્થીથી એક સમજુતી થઈ તેના ભાગ રૂપે યુધિષ્ઠિરને ખાંડવવન પ્રાપ્ત થયું. જે સાવ બંજર જમીન હતી, ન તેમાં કશું પાકતું હતું ન તે જમીન રહેવાને પણ લાયક હતી ત્યારે પાંડવોને સમજાવી અને પોતાની માયા રચનાર કૃષ્ણએ અનેક રીતે મદદ કરી અને તે ખાંડવપ્રસ્થને રહેવા અને ખેડવા યોગ્ય બનાવ્યું એ સમયે તેને મયાસુરનો ભેટો થાય છે.
મયાસુર દાનવોનો વિશ્વકર્મા હતો કૃષ્ણના કહેવાથી પાંડવો માટે તેણે ઈન્દ્રપ્રસ્થ સભાની રચના કરવાનું બીડું ઝડપ્યું હતું. તેને આ પહેલા તેની માયા વડે અનેક પ્રકારના ભવ્ય અને વૈભવશાળી મહેલોની રચના કરી હતી. મયાસુર ઈન્દ્રપ્રસ્થ બનાવવા માટે એક કેમિકલનો ઉપયોગ કર્યો હતો તેનું વર્ણન સ્વયં મહાભારતમાંથી જાણો....
(સંકલન - આનંદ ઠાકર)