ઠંડીમાં રોજ મુળાનુ સલાડ ખાવુ શરીર માટે ખુબ તંદુરસ્ત ગણાય છે કારણ કે તેના નિયમિત સેવનથી શરીરને અનેક જરુરી તત્વો પણ મળી રહે છે.તેમાં પ્રોટીન,કેલ્શિયમ,ગંધક,આયોડીન તથા લોહ તત્વ જરુરી માત્રામાં હોય છે.તેમાં સોડીયમ,ફોસ્ફરસ,કલોરીન તથા મેગ્નેશીયમ પણ હોય છે.મૂળામાં વિટામિન એ પણ હોય છે.આ ઉપરાંત પણ ઠંડીમાં મુળા ખાવાથી અનેક ફાયદા થાય છે તો જાણો આવા ફાયદા વિશે.