Divya Bhaskar
Jyotish
Home » Jeevan Jivi Jaano » Shastro Ni Shikh » Mahabharat » Granth_mahabharat Jarasangha And Krishna, Bhim And

કૃષ્ણએ જરાસંઘને ભીમ પાસે કેમ મરાવ્યો?

Dharm Desk, Ahmedabad | Apr 21, 2011, 18:18PM IST
કૃષ્ણએ જરાસંઘને ભીમ પાસે કેમ મરાવ્યો?
મહાભારતમાં અત્યાર સુધી તમે જોયું કે...કૃષ્ણ, અર્જુન અને ભીમ દ્વારા કિલ્લો તોડી મગધમાં પ્રવેશ કરવું અને જરાસંઘે તેમની ઓળખાણ પૂછી...હવે આગળ....

ત્યારે કૃષ્ણએ જરાસંઘને જવાબ આપ્યો કે, અમે સ્નાતક બ્રાહ્મણ છીએ, આ તો તમે એવું ધારી લીધું છે. સ્નાતકનો વેશ તો બ્રાહ્મણ વૈશ્ય, ક્ષત્રીય બધા ધારણ કરે છે. અમે ક્ષત્રિય છીએ, અમે માત્ર બોલીના બહાદુર નથી. દુશ્મનના ઘરમાં વગર દરવાજે પ્રવેશ કરવો અને મિત્રોના ઘરમાં દરવાજેથી પ્રવેશ કરવો એમાં કોઈ અપરાધ નથી. ત્યારે જરાસંઘ બોલ્યો, મને તો યાદ નથી કે તમારું અને મારું કોઈ વાતે યુદ્ધ થયું હોય, તો મને શત્રુ સમજવાનું કારણ શું છે? હું પોતાના ધર્મને નિભાવું છું. પ્રજાને પરેશાન નથી કરો. પછી મને દુશ્મન સમજવાનું કારણ શું છે?

ત્યારે કૃષ્ણએ કહ્યું કે, તમે બધા ક્ષત્રિયોને મારવાનો નિર્ણય કર્યો છે, શું તે અપરાધ નથી? તું સૌથી સારો રાજા હોવા છતાં બધાને મારવા માગે છે. આ તારો ઘમંડ નથી. તું પોતાના બરાબરવાળાની સામે પોતાનો આ ઘમંડ છોડી દે. તું પોતાની આ જીદ છોડી દે, નહીંતર પોતાની સેના સહિત યમલોકમાં જવું પડશે. અમે બ્રાહ્મણ નથી. હું કૃષ્ણ છું અને આ પાંડુ પુત્રો અર્જુન અને ભીમ છે. અમે તને યુદ્ધ માટે લલકારીએ છીએ. ત્યારે જરાસંઘ બોલ્યો, હું કોઈ પણ રાજાને અહીં જીત્યા વગર નથી લાવ્યો. તેને ગુસ્સામાં કહ્યું કે, તમે ત્રણ જણા ઈચ્છો તો, મારી સાથે લડી લો. કૃષ્ણએ ખબર હતી કે આકશવાણી પ્રમાણે તેનો વધ યદુવંશીના હાથે થવાનો ન હતો. એટલે તેને જરાસંઘને પોતે ન માર્યો અને તેને ભીમ પાસે મરાવ્યો.

આગળ વાંચો...જરાસંઘ ઉપર ભીમની વિજય અને બંદી રાજાઓની મુક્તિ...



Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
10 + 8

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment