Get Divyabhaskar on mobile   E-Paper
 
Advertisement
 
Thursday, February 09, 2012 20:01 [IST]
 
 

10 ફેબ્રુઆરીએ, કોની માટે લકી રહેશે શુક્રનો દિવસ?

Source: Dharm Desk, Ahmedabad   |   Last Updated 8:32 PM [IST](09/02/2012)
 
 
 
 
શુક્રવાર તમારી માટે કેવું ફળ લઈ આવ્યો છે? લક્ષ્મીના દિવસે તમારી ઉપર લક્ષ્મી પ્રસન્ન રહેશે કે નહીં? પ્રેમ, લગ્ન જીવન અને પ્રોફેશનલમાં સંબંધો કેવા રહેશે? જાણો શુક્રવારનું રાશિફળ...

મેષ (અ. લ. ઇ.)

-પરિચિત વ્યક્તિનો સહયોગ તમારી પરેશાનીઓ દૂર કરશે. વેપાર, કામ-ધંધાની સ્થિતિ સંતોષજનક રહેશે. દુર્વ્યસનો ઉપર નિયંત્રણ રાખવું પડશે. આવકના સાધનોમાં અવરોધ દૂર થાય. માંગલિક કામમાં લાભ લેશો. બીનજરૂરી વ્યય ભારથી બચશો. શુભ સમાચાર મળે. કોઈપણ નિર્ણય વિચારીને લેવો. જીવનસાથી તરફથી ઉપહાર મળે. ધનલાભ માટે વધુ મહેનત કરવી પડે. સ્વાસ્થ્યનું ધ્યાન આપવું. વધુ ગરમ વસ્તુઓ ન ખાઓ.

વૃષભ(બ. વ. ઉ.)

-તમારા દ્વારા લેવામાં આવતા નિર્ણય યોગ્ય સાબિત થશે. આત્મવિશ્વાસ વધશે. વાહન ખરીદવાના યોગ છે. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. વ્યાવસાયિક સફળતાથી આનંદ થાય. વિચારેલ કામ બનશે. બૌદ્ધિક ચિંતનથી આશંકાઓ દૂર થાય. વેપાર સારો ચાલશે. સંતાનની ઉન્નતિ ખુશી વધારશે. બીજાની દેખા-દેખી ન કરવી. દામપત્યમાં ખુશીઓ આવશે. ફરવા જવાનો પ્લાન બને. વેપારમાં બહાર જવું પડે. વેપારમાં વધારો થાય. માનસિક તણાવ રહે. પેટમાં દર્દ થઈ શકે.

મિથુન(ક. છ. ઘ.)

-સંતાન તરફથી અનુકૂળ પરિણામ મળે. આધ્યાત્મિક ક્ષેત્રમાં વિશિષ્ટ અનુભવથી મનમાં ઉત્સાહ રહેશે. આવક કરતા વ્યય વધુ ન કરો. જમીન-મકાનની સમસ્યાઓ હલ થાય. ભાઈ-બહેન સાથે સહયોગ મળે. શુભ કાર્યોમાં રસ વધે. શૈક્ષણિક સમસ્યાઓ હલ થાય. મહત્વપૂર્ણ કાગજાત સંભાળીને રાખવા. પ્રેમ સંબંધોમાં ખટાશ આવશે. નોકરીયાત માટે સમય સારો છે. દાંતના રોગ થઈ શકે. ધનલાભ થઈ શકે.

કર્ક(ડ. હ.)

-આવકના સાધનો બનાવી લેશો. કલાના ક્ષેત્રોમાં રસ રહેશે. મનોબળમાં કમી આવે. સુખ-સુવિધાઓના સાધનમાં કમી આવે. નોકરીમાં અધિકારી સહયોગ કરશે. પરાક્રમમાં વધારો થવાથી સમાજ અને પરિવાર બંને ક્ષેત્રોમાં કામ પૂરાં થાય. આજીવિકા તથા સુખની સાધન મેળવી શકો. જોખમ, જવાબદારીના કામોથી બચીને રહેવું. દામપત્યની સમસ્યાઓ દૂર થાય. બિઝનેસમાં ઊતાર ચઢાવ રહે. કોઈ જૂનો રોગ આજે ફરી દેખાય.

સિંહ (મ. ટ.)

-સરકારી મામલાઓ ઉકેલાય. વેપાર-વ્યવસાયમાં ઊતાર-ચઢાવથી ચિંતા રહે. ગુસ્સો, આવેશ ઉપર કાબૂ રાખવો. નવા અનુબંધ ન કરવા. આર્થિક વૃદ્ધિના પ્રયાસ નિષ્ફળ રહેશે. રોકાયેલ ધન પાછું મળે. કલાત્મક અભિવ્યક્તિને પ્રગટ કરી શકો. વેપાર વ્યવસાય સારો ચાલશે. મહત્વપૂર્ણ વ્યક્તિઓના સંપર્કમાં આવશો. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરીયાતોનો અચાનક ધનલાભ મળે. પ્રોમોશનના ચાન્સ છે. સ્વાસ્થ્ય માટે સમય સામાન્ય છે.

કન્યા (પ. ઠ. ણ.)

-શુભ સમાચાર પ્રાપ્ત થાય. સંતાન સુખ મળે. વ્યર્થ ભાગદોડથી બચશો. જીવનસાથી સાથે પરામર્શ લઈ કામ કરો. સ્વાસ્થ્ય સારું રહેશે. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું. તમારા દ્વારા કરવામાં આવેલ નિર્ણય યોગ્ય રહેશે. વેપારમાં આશાજનક લાભ મળે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. પારિવારિક જીવન ખુશહાલ રહેશે. પ્રેમ સંબંધો સુધરે. પ્રોફેશનલ લાઈફમાં સફળતા મળે. બાળકોના સ્વાસ્થ્યને લઈ ચિંતા રહે.

તુલા (ર. ત.)

-પ્રતિષ્ઠિત વ્યક્તિ સાથે મેળઝોલ વધે. કલા તરફ રુઝાન રહે. વેપારમાં નવા અનુબંધ થાય. આવકમાં વધારો થાય. વ્યર્થના દેખાડા તથા આંડબરથી દૂર રહેવું. વિશ્વસનીય વ્યક્તિનો સહયોગ મળે. શુભ કાર્યોની યોજના બનશે. સન્માનની તક પ્રાપ્ત થાય. વેપારમાં આશાજનક લાભ મળે. જીવનસાથી સાથે મતભેદ થાય. સાથી માટે સમય ફાળવો, રોમાન્ટિક મૂડ રહેશે. વેપારમાં હાની થઈ શકે. લેનદેનનું ધ્યાન રાખવું. સ્વાસ્થ્યન નબળું રહે.

વૃશ્વિક (ન. ય.)

-કામમાં નિરસતા પૂરી થતા ઉત્સાહમાં વધારો થશે. ઉત્તેજના ઉપર સંયમ રાખવો. બુદ્ધિનો પ્રયોગ કરી ધન પ્રાપ્ત કરવું. ભાગીદારીમાં નવા પ્રસ્તાવ મળે. જીવનસાથી સાથે તાલમેળ રહે. લઘુ ધાર્મિક કાર્ય કરવા. શુભ કાર્યો ઉપર ધ્યાન આપવું. વાહન સુખમાં વધારો થશે. વેપાર, નોકરીમાં નવી યોજનાઓ ઉપર શરૂઆત થાય. જીવનસાથીનો સહયોગ મળે. પ્રોફેશનલ લાઈફ સારી રહે. નવું વાહન ખરીદવાના યોગ છે. પરિવારમાં કોઈ વરિષ્ટ સદસ્ય બીમાર થઈ શકે.

ધન (ધ. ફ. ભ. ઢ.)

-શાંતિ, સમૃદ્ધિ વધે. વ્યાવસાયિક સફળતાથી આનંદ થાય. જવાબદારીનું કામ સારી રીતે કરી શકો. મહત્વપૂર્ણ યાત્રાના યોગ છે. વાદ-વિવાદમાં ન પડવું. આવકમાં વધારો થાય. યાત્રા સુખદ અને ફળદાયી રહે. બીજાના કામમાં હસ્તક્ષેપથી બચવું. આત્મવિશ્વાસ વધે. પરિશ્રમનું પૂરું ફળ મળે. પ્રેમીઓ માટે સમય અનુકૂળ છે. પ્રણય નિવેદન કરી શકો. વેપારમાં લાભ મળે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. ઈજા થઈ શકે છે.

મકર (ખ. જ.)

-વ્યાવસાયિક કાર્યો સફળ ન થઈ શકે. નકામી વાતોને નજર અંદાજ કરો. સામાજિક મામલાઓમાં તમારી આલોચના થાય. પરિવારમાં સુખ-શાંતિ રહે. પારિવારિક કાર્યોમાં રસ રહે. મિત્રો સાથે પરામર્શ મળે. શુભ કાર્યો ઉપર ધ્યાન આપો. મદ્યાહન પછી સ્થિતિ પ્રતિકૂળ રહે. લેન-દેનના કામમાં સાવધાની રાખવી. પાર્ટનરની ભાવનાઓનું સન્માન કરો. બિઝનેસમાં આજે સાવધાનીથી કામ કરવું. મસાલેદાર વસ્તુઓ ન ખાવી.

કુંભ (ગ. શ. ષ. સ.)

-માન-પ્રતિષ્ઠાની ચિંતા રહે. અધૂરાં કામ પૂરાં થાય. વિરોધી સક્રીય રહે. મિત્રોથી લાભ થાય. કૂટનીતિજ્ઞોથી બચવું. આજીવિકામાં સ્થિતિ મધ્યમ રહે. જૂના મિત્રો, સંબંધીઓ સાથે મુલાકાત થાય. વ્યાવસાયિક સફળતાથી આનંદ થાય. જવાબદારીના કામ સારી રીતે કરી શકો. ક્રોધ ઉપર નિયંત્રણ રાખવું. પાર્ટનરને ક્યાંક ફરવા લઈ જાઓ. આજે રોકાણમાં સાવધ રહેવું. માથાનો દુઃખાવો થઈ શકે.

મીન ( દ. ચ. ઝ. થ.)

-સુખના સાધનો પ્રાપ્ત કે ખરીદીના યોગ બને. કોઈ સાથે સહયોગની આશા ન રાખવી. પાછલા કાર્યોમાં સફળતા મળે. કોઈ ચિંતાથી મુક્તિ મળે. વાહનથી ચોટ લાગવાની સંભાવના છે. મધ્યાહન પછી કાર્યબાધાનું શમન થાય. ઉન્નતિ તરફ અગ્રસર રહેશો. વિરોધી નરમ રહે. કામની ગોપનીયતા બનાવી રાખો. મીનરાશિના લોકોને આજે પ્રપોઝલ મોકલી શકો છો. દિવસ સારો છે. વાણી ઉપર નિયંત્રણ રાખવું, વિવાદ થી શકે. લોહીને લગતા વિકાર થઈ શકે છે.




Related Articles:

વગર દવાઓ જ શરદી-તાવ રહેશે દૂર, આ નાનું કામ કરો
લગ્નની સમસ્યાઓ માટે આજે કરો પંડિતજીના ઉપાય
શુક્રવારે બોલો આ સરળ લક્ષ્મી મંત્ર, ખનખનીયા ખણકતા રહેશે
ભાગ્ય થશે મહેરબાન, જ્યારે કરશો આ સરળ ઉપાય
આ ખાટ્ટો ઉપાય કરો, રોગો થશે છુંમંતર અને તમે હેલ્દી!
શનિએ બદલી ચાલ, ધનહાનીથી બચવા કરો અચૂક મંત્રજાપ
વક્રી શનિને બનાવો ભાગ્યવિધાતા, આ ગણેશમંત્રથી કરો જાપ
11 ફેબ્રુ. સુધીના દિવસો તમને કેવા ફળશે? અહી ક્લિક કરો
પંડિતજીના ઉપાયઃ બુધવારે રાશિ પ્રમાણે ઉપાય કરી ધનિક બનો
ધન ઓછું નહીં થાય, જ્યારે કરશો આ ઉપાય
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
3 + 10


Advertisment
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
Advertisement
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.