Divya Bhaskar
Jyotish
Home » Astrology » Aasan Nidan » Dayyya Asadheasati Or Reduce The Suffering Of Wors

સાડાસાતી-ઢૈય્યાનું દુઃખ ઓછું કરો શનિપૂજાથી...!

Dharm Desk, Ahmedabad | May 28, 2011, 17:02PM IST
સાડાસાતી-ઢૈય્યાનું દુઃખ ઓછું કરો શનિપૂજાથી...!
શનિને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જાણતા-અજાણતા આપણા દ્વારા કરવામાં આવેલ બધા પાપોનું ફળ શનિદેવ આપણને ચોક્કસ આપે જ છે. એમાં કોઈ શંકા નથી. ખરાબ કર્મોનું ફળ શનિ દ્વારા સાડાસાતી અને ઢૈય્યાના રૂપમાં આપે છે. જેની અસરથી વ્યક્તિને અનેક દુઃખ ને કષ્ટ ભોગવવા પડે છે. આ કષ્ટો અને દુઃખોની અસર ઓછી કરવા માટે દર શનિવારે શનિદેવની પૂજા આ પ્રકારે કરો...

-દર શનિવારે સવારે ઊઠી નિત્યકર્મ પૂર્ણ કર્યા પછી સંકલ્પ કરો અને રાહુ-કેતુની લોખંડ કે કાચની બનેલી મૂર્તિઓની વિધી-વિધાનથી પૂજા કરો.

-પૂજામાં કાળા ચોખા, કાળા કપડાં, કાળા ફૂલ અને કાળા ચંદનનો ઉપયોગ કરો.

-આ પૂજા પીપળાના વૃક્ષની નીચે કરશો તો ઝડપથી શુભ ફળ પ્રાપ્ત થઈ જશે.

-પૂજા પછી પીપળાની સાત પરિક્રમા કરો.

-પરિક્રમા કર્યા પછી કાચો દોરો પીપળાને લપેટો.

-હવે શનિદેવને પ્રાર્થના કરો કે અમારા કષ્ટો અને દુઃખોથી મુક્તિ અપાવે.

-લોખંડના કટોરામાં તેલ ભરી, કાળા તલ કે કાળી વસ્તુઓનું દાન કરો.

-કાળા કપડાં, કાળી ગાય, કાળી બકરી કે કાળા લોખંડના વાસણોનું દાન કરો. શનિદેવ પ્રસન્ન થશે.

-આ ઉપાયો સિવાય દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો.

-દરરોજ પીપળાના વૃક્ષ ઉપર જળ ચઢાવો અને સાત પરિક્રમા ચોક્કસપણે કરો.




Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
5 + 2

 
Advertisement

Ethical voting

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment