Divya Bhaskar
Jyotish
Home » Astrology » Rashifal » Daily Horoscope 16 May Wednesday

બુધવારે તમારી રાશિના ગ્રહો કંઈ તરફ સંકેત આપી રહ્યા છે?

Dharm Desk, Ahmedabad | May 15, 2012, 19:52PM IST
બુધવારે તમારી રાશિના ગ્રહો કંઈ તરફ સંકેત આપી રહ્યા છે?
બુધવારે તમારી સાથે કંઈ ઘટનાઓ બનવાની છે જાણો અગાઉથી જ ભવિષ્ય? જાણો તમારું બુધવારનું રાશિફળ કે હેલ્થ લાઈફ, બિઝનેસ, કેરિયર અને લવ લાઈફ કેવી રહેશે? જાણો રાશિથી...

Aries (મેષ)Mar 20 - Apr 18


-આજે બુધવારનો દિવસ કુલ મળીને તમારી માટે સૌથી શ્રેષ્ઠ દિવસ છે. આ સપ્તાહે તમારા મનમાં અનેક પ્રકારની મહત્વાકાંક્ષાઓ અંગડાઈ લઈ રહી છે. કેરિયરમાં લાંબી છલાંગ લગાવવાની યોજના તૈયાર કરશો. તમે કોઈ મોટી ગડબડીને જાણી લેશો. ઓફિસમાં, તેના બિઝનેસને સારો બનાવવામાં તમારી સલાહ શીર્ષ ઓફિસરો સુધી રાખવામાં આવશે. તમારા પ્રમોશનનો પણ વિચાર કરવામાં આવશે. તમારી પ્રશંશાથી ખુશ ન થશો. આજે ભાવનાઓમાં વહી કોઈ એવો નિર્ણય ન કરતા કે તે તમારી માટે પરેશાનીનું કારણ બની જાય. સંતાન પક્ષેથી શુભ સમાચાર મળશે. વેપારમાં ધનલાભ થાય. તમે જોખમ ઉઠાવશો પરંતુ નુકસાન થઈ શકે. ઘડિયાળઅને રૂપિયાનું ધ્યાન રાખજો. મોડા પહોંચવાનું અને વધુ ખર્ચ ન કરો.


લવઃ-


-લવ લાઈફમાં આજે સાવધ રહેજો. જે મામલા ઉકેલાઈ ગયા હતા, તે ફરી સામે આવે. કોઈ એવી વાત કરો જેને તમને ગોપનીય રાખવા માગતા હતા. ક્ષમા માંગવી અને ક્ષમા કરવું જ કારગર રહે. પાર્ટનર તરફથી સરપ્રાઈઝ મળે.


પ્રોફેશનલઃ-


-સમજદારીનો ફાયદો મળે બિઝનેસમાં નવી સંભાવનાઓ તલાશશો, સમય તમારી અનુકૂળ છે.


હેલ્થઃ-


-પેટના રોગ થઈ શકે છે. સાવધાન રહેવું.


કેરિયરઃ- -જે વિષય કઠિન લાગે છે તે આજે સરળ મહેસૂસ કરશો. વાંચવામાં મન લાગે. નવી પાઠ્ય સામગ્રી મળે. સાથે જ મદદગાર રહેશે. કઠોર મહેનત કરવી પડશે.


Taurus (વૃષભ)Apr 19 - May 19


-સવારે તમને ખાલીપણુ લાગે. જેમ કે કોઈ નવી ગાડી તમને આપવામાં આવી હોય અને તમે ચલાવાવનું ન જાણતા હોવ. આજે તમે જે વાતમાં ગુંચવાયા હોય તેમાંથી એકવાત ઉકેલાઈ જશે. તમે યોજના બનાવવાના મૂડમાં છો અને આજે બધા વિકલ્પ સ્પષ્ટ નજર આવી રહ્યા છે. તમે આશા કરશો કે આસપાસના લોકો તમને મદદ કરે. તમને કામ કરાવનાર વ્યક્તિ તમારી પીઠ થપથપાવે. સાંજ થતા જ મનમાં રોમાંટિક વિચા આવે. આજે શરૂઆત કે વાતચીત સારી થાય. તે ટકાઉ સાબિત થશે. આજનો દિવસ રૂપિયાના મામલાઓમાં સારો નથી.યાત્રા થઈ શકે છે. નોકરી બદલવાની વાત બગડી શકે છે. જીવનસાથી સાથે સામંજસ્ય રહેશે.


લવઃ-


-આજે અતિ ભાવુક ન રહેશો. લવ પાર્ટનર તમારી ભાવનાઓની અનદેખી કરે. તે બધુ શુક્રની વાંકી દ્રષ્ટીથી થશે. તમે એ પણ જાણશો કે તમારા સાથી કેમ નારાજ છે.


પ્રોફેશનલઃ-


-કાર્યક્ષેત્રમાં સહયોગ મળશે. શેર માર્કેટથી લાભ થાય. ધીરજ રાખવી. હડબડીમાં કોઈ નિર્ણય ન કરો.


હેલ્થઃ-


-વધુ મહેનતથી પરેશાન થવું પડી શકે છે. માથાનો દુઃખાવો થઈ શકે છે.


કેરિયરઃ-


-કોઈ નવી શરૂઆત કરશો.દિવસ અભ્યાસ કરવા માટે સારો છે અને વાંચવાની યોજના બનાવવા માટે પણ. પોતાનું ટાઈમટેબલ સુધારી લેશો. મેડિકલના વિદ્યાર્થીઓને વધુ મહેનત કરવી પડે. એમબીએના વિદ્યાર્થીઓ માટે સમય ઉત્તમ છે.


Gemini (મિથુન) May 20 - Jun 20


આજે બુધવારે તમારી ઉપર તમારા કામકાજ અને તમારા બોસની નજર અટકેલી છે. કામ, સફળતા અને મહત્વાકાંક્ષા સિવાય તમારી નજરમાં આજે તમારું આત્મસન્માન પણ મહત્વપૂર્ણ રહેશે અને સાંજ થતાજ તે ભાવુક મામલો પણ બની શકે. કામકાજ અને ઓફિસમાં સુધારો કરવામાં જો કોઈ સુઝાવ આપવા માગશો તેની ઉપર પહેલા વિચારી લો. કોઈ કામ મહત્વનું હોય તે પૂરું કરી લો. ટાળશો તો પરેશાની વધી શકે. બપોર પછી આત્મવિશ્વાસ સાથે કોઈ નવું કામ હાથમાં લેશો. તેની માટે કોઈની રાજામંદીની જરૂર નહીં રહે. જૂના કોન્ટેક્ટ કામ આવશે. આજે છુપાયેલી વસ્તુઓ અચાનક મળી જશે.


લવઃ-


-પ્રેમીની સાથે સંબંધો મજબૂત બનાવવાના પ્રયાસ કરશો. પ્રેમ સંબંધો વધુ મજબૂત બને. કોઈ નવા વ્યક્તિ સાથે મળીને તમે વધુ દુઃસ્સાહસી બની જશો.


પ્રોફેશનલઃ-


-ઓફિસમાં કામ વધુ રહેશે. અધીનસ્થોનો સહયોગ મળશે. અડીયલ વલણ ન અપનાવશો.


હેલ્થઃ-


-ચોટ લાગવાના યોગ છે. માઈગ્રેન વધી શકે છે. તણાવ દૂર કરવા માટે પ્રાણાયામ કરો.


કેરિયરઃ-


-લેખક, અભિભાષક, વ્યાખ્યાત્મક સફળ થશે. ટીચર ખુશ રહેશે. તમારા લેથ અને બોલેલા ઉત્તર સફળ થશે. રિસર્ચ પેપર માન્ય થઈ જશે.


Cancer (कर्क) Jun 21 - Jul 21


આજે બુધવારે તમારું મગજ કમ્પ્યૂટરથી પણ તેજ ચાલશે અને હાજરજવાબી તમારા હોઠ ઉપર હશે. જટિલ સમસ્યાઓ ઉકેલવામાં કોઈ પહેલીનો હલ કાઢવામાં તમારી મહારતથી આજે બધા હેરાન થઈ જશે. જે પણ વસ્તુ દુનિયા માટે રહસ્યપૂર્ણ છે, તમારી માટે દસના પડાહા સમાન સરળ હશે. આ ઊર્જાને જો યોગ્ય દિશામાં લગાવી શકો, તો ઘણુ બધુ મેળવી શકશો. આજે પોતાના યોજનાનું મૂર્ત રૂપ આપશો. ઓફિસમાં તમારી બે હસરતો બળવાન રહેશે. એક એ કે તમારા સાથી તમારી યોગ્યતાનું સન્માન કરશે અને બીજી આ નોકરીમાં થોડી બેફિક્રી રહે. નોકરી છૂટવાનો ડર ખતમ થાય. કોઈ કામની અડચણોને લીધે નોકરીમાં કેટલીક પરેશાનીઓ આવી શકે. ધૈર્ય રાખવું યોગ્ય રહે. રૂપિયાના મામલા સાથે જોડાયેલ સૌદા થવાના યોગ છે, પરંતુ તેને ટાળી દેજો. સાંજે વિપરિત લિંગ સાથે લાંબી, રોચક અને પ્રેરક વાતચીત થશે. ખુશીથી ઘરે પાછા ફરશો.


લવઃ-


-પારિવારિક સંબંધ મહત્વનો છે. જૂના મામલાઓને ઉકેલવાનો પ્રયાસ કરો. પ્રેમી સાથે સંબંધ વધુ મધુર બનાવવાનો પ્રયાસ કરો. સફળતા મળશે.


પ્રોફેશનલઃ-


-બિઝનેસમાં અચાનક લાભ થવાના યોગ છે. અધિકારીઓનો સહયોગ મળે.


હેલ્થઃ-


-સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવાની જરૂર છે.


કેરિયરઃ-


-આર્કિટેક્ટ, એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કઠોર મહેનત પછી સફળતા મળે. ઈન્ટરવ્યૂ, વાયવામાં સફળ થશો. ઈન્ટરવ્યૂ, વાયવામાં સફળ થશો. અભ્યાસમાં આજે ગોખણપટ્ટી જ કરો બધુ યાદ આવી જશે.


Leo (સિંહ) Jul 22 - Aug 21


-કોન્ફિડન્સ અને મૂડનો મેળ ખૂબ જ જરૂરી છે અને આજે બુધવારે તમારે મામલાઓણાં આ બનતું જોવા મળશે. કોઈ બીદી કામધ્યાન આવી જશે અને તમે ચાલતું કામ છોડી તેમાં લાગી જશો. તમે આખા દિવસમાં દુઃસ્સાહસી અને અધીર રહેશો. અંગત મામલાઓમાં આજે કોઈ સ્થાયી પ્રકારનો નિર્ણય નકરો. કોઈ વિચાર વ્યક્ત કરતા પહેલા, કંઈ કહેતા પહેલા તથ્થોની તપાસ કરી લો. કાર્યક્ષેત્ર અને બિઝનેસમાં કોઈ મોટું કામ તમારા વગર ન થઈ શકે. સંતાન પક્ષેથી દુઃખી થશો. કોઈ કલંક લાગાવવાનો પ્રયાસ કરે પણ નિષ્ફળ રહેશે.


લવઃ-


-જીવનસાથીની સાથે સંબંધો મધુર રહેશે. પરિવારનો ભરપૂર સહયોગથી સફળતા તમારા કદમ ચૂમશે.


પ્રોફેશનલઃ-


-સમય ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે સારો છે. કોઈ પ્રકારે રોકાણ કરી શકો.


હેલ્થઃ-


-સ્વાસ્થ્યમાં ઊતાર-ચઢાવ ચાલતો રહેશે. નાની પરેશાનીઓ પરેશાન કરતી રહેશે.


કેરિયરઃ-


-મેડિકલના વિદ્યાર્થીઓને સફળતા પ્રાપ્ત થાય. પ્રતિયોગી પરીક્ષાઓમાં કઠોર મહેનત કરનાર સફળતા મેળવશે. અભ્યાસમાં મન લાગે, પરંતુ એ જોઈ લેજો કે તમે શું વાંચી રહ્યા છો.


Virgo (કન્યા) Aug 22 - Sep 21


-આજે તમારો આત્મવિશ્વાસ અને રચનાત્મકતા ચરમસીમા ઉપર રહેશે. તમે કલાના ક્ષેત્રમાં જોડાયેલ હશો તો આજે કંઈક કરી બતાવશો. કોઈનાથી ડરો નહીં. તમારી આસપાસના લોકોને સારી રીતે સમજી શકશો. તેનાથી તમે સંતુષ્ટ મહેસૂસ કરશો. લગ્ન અને માંગલિક કામમાં ભાગ લેવાની તક મળે. લોકોમાં તમારી પ્રશંસા થાય. તમારી ઈર્ષા કરતા લોકો તમારી ટાંગ ખેંચશે પરંતુ તમે એ જ કરજો જે તમારા મનમાં છે. મન પ્રસન્ન રહેશે.


લવઃ-


-આજે તમારી લવ લાઈફ તમારી પહેલની રાહ જોશે. ભાવનાઓ અને સંબંધ નવા સ્તર ઉપર પહોંચશે. પાર્ટનર તમારો સહયોગ અને પ્રેમ આપશે.


પ્રોફેશનલઃ-


-કેરિયર માટે આજનો દિવસ શરૂઆત કરવામાં સારો રહેશે. પોતાના પ્રતિદ્વંદ્વીઓથી નબળા મહેસૂસ કરશો.


હેલ્થઃ-


-લાંબી યાત્રા ઉપર જવાથી બચવું. સ્વાસ્થ્ય બગડી શકે છે.


કેરિયરઃ-


-જે મહેનત કરી હતી, આજે તેનું પરિણામ જોવા મળશે, ટીચર તમારાથી ખુશ રહેશે.


Libra (તુલા) Sep 22 - Oct 22


-લોકો ચોક્કસપણે તમને ભડકાવવાનો પ્રયાસ કરશે પરંતુ બે કારણોથી તમે તેમને નાકામ બનાવી દેશો. આજે ધૈર્ય તમારી સાથે રહેશે અને બીજુ સોપેલા કામ સમયસર પૂરાં કરી લેશો. એટલે દુશ્મનો તમારું કંઈ નહીં બગાડી શકે. ચિંતા ન કરો. સાંજે જ્યારે તમારી ઉપલબ્ધિની ચર્ચા થશે તો તમારી આ ઈચ્છા પૂરી થઈ જશે. બપોર સુધી જૂની સમસ્યાઓ સમાપ્ત થઈ જશે. મૂડ સારો થઈ જશે. તમે પોતાની સમસ્યાઓનું સમાધાન માટે બીજાનેવાત કરો, પણ સમજદારીથી. બીજા મીન-મેખ ન કાઢે ધ્યાન રાખજો. પ્રયાસમાં સફળતા મળે. કાર્યક્ષેત્રમાં ઉન્નતિની અવસર છે. લાભની તક મળે. નવી ડીલ થઈ શકે છે. નવી નોકરીના કાગળો ઉપર સહીં થઈ શકે.


લવઃ-


-દિવસ સારો રહેશે. પાર્ટનરનો પ્રેમ અને સહયોગ અને સુખ પ્રાપ્ત થાય. સાંજે કોઈ સામાજિક કાર્યક્રેમમાં ભાગ લેશો. ત્યાં કોઈની સાથે રોચક મુલાકાત થાય.


પ્રોફેશનલઃ-


-બિઝનેસ અને કાર્યક્ષેત્રમાં નવા કામની શરૂઆત થાય. મેળઝોળ સારો રહે.


હેલ્થઃ-


-સ્વાસ્થ્ય સારું રહેશે. તાજગી અને સ્ફૂરી બની રહેશે.


કેરિયરઃ-


-દિવસ કઠોર મહેનતથી સફળતા તરફ આગળ વધવાનો છે. લેખન-પઠન કર્યા પછી તમે મૂડ રમવામાં વિતાવશો.


Scorpio (વૃશ્વિક)Oct 23 - Nov 20


-આજે ખાસ દિવસ ભલે ન હોય પરંતુ આટલા દિવસથી પરેશાન હતા તેનાથી આરામ મળે તો સારો દિવસ કહી શકાય. દિવસભર સુસ્તી રહેશે. ભવિષ્યના સપના જોશો. તમારો મિત્ર તમને વિચલિત કરી શકે. તેની હરકતોને વ્યક્તિગત ન લેશો કારણ કે તમારા બોસ બધુ જ જોઈ રહ્યા છે. કોઈ પણ પગલુ ઊઠાવતા પહેલા પ્રતિક્રિયા કરતા પહેલા તેના પરિણામો વિશે વિચારી લો. બપોર પછી મહેનત વધુ રહેશે અને ત્યારબાદ તે મહેનતના પરિણામ સામે આવવાનું શરૂ થાય. બપોર પછી પોતાની નોકરી અને પોતાના જીવન વિશે કંઈ જુદી રીતે વિચારશો. કોઈ સરપ્રાઈઝ મળી શકે, કામ વધુ રહેશે. પ્રયત્નો સફળ થાય. વેપાર સારો રહે. જે વાત તમારા મનમાં રાખીને બેઠા છો તે સાફ-સાફ કહી દો. ગલતફેમીઓ પેદા થાય. સાંજે કેટલાક એવા લોકો સાથે મુલાકાત થાય જે ભવિષ્યમાં મહત્વપૂર્ણ થઈ જશે.


લવઃ-


-નવા પ્રેમ સંબંધોની શરૂઆત થઈ શકે છે. લગ્ન પ્રસ્તાવો મળી શકે. તમે પોતે એવી સ્થિત લાવશે જ્યાંથી કોઈને મળવાની આશાન નહીં હોય. જૂની ચિંતા ખતમ થાય.


પ્રોફેશનલઃ-


-બિઝનેસમાં જોખમી નિર્ણય ન કરો. ખર્ચો વધુ થાય.


હેલ્થઃ-


-મનમાં શાંતિ બની રહે. સ્વાસ્થ્ય સારું રહેશે.


કેરિયરઃ-


-વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. ઓછી મહેનતે પણ સારા પરિણા મળી શકે.


Sagittarius (ધન)Nov 21 - Dec 20


-આજે ઘણી સમસ્યાઓને પાર કરી દેશો અને મનમાં સફળતાનો અહેસાસ થાય. જરૂરિયાત પડે ત્યારે કોઈ સિનિયરની સલાહ માંગી લેશો, તે તમારી પૂરી મદદ કરશે. આજે ભાગ્ય અનુકૂળ છે અને આજે તમારી કિસ્મત તમારા મન અને કર્મો ઉપર નિર્ભર છે. તમે જે જોઈએ છે તે ક્યાંક મળે તો લઈ લેજો. બિઝનેસમાં તમારું કોઈ સામાજિક સંપર્ક આજે કારગર રહેશે. કોઈ નવું કામ ક્રિયાન્વિત કરવા અને તેની સુપરવાઈઝરી સંભાળવા માટે તમને પસંદ કરી શકાય. ક્યાંકથી સારી ખબર મળશે, કોઈ નવું મકાન લેવાની વાત ચાલે. યોજના બનાવવા અને નિર્ણય કરવા માટે આજનો દિવસ સારો છે. બધા જરૂરી કાર્યો આજે સાંજે પૂરાં કરી દો. લવઃ-


-લવ પાર્ટનર તરફથી સરપ્રાઈઝ મળે. ધૈર્યથી કામ લો. જૂના મતભેદ ખતમ થાય. પરંતુ લાંબી ચોડી બહેસમાં ન ફસાઓ.


પ્રોફેશનલઃ-


- બિઝનેસમાં કે કાર્યસ્થળે લાભ મળશે. કિસ્મત સાથે રહેશે. કામ પૂરાં થાય.


હેલ્થઃ-


- મોસમી બીમારીઓ થવાના યોગ છે.


કેરિયરઃ-


-હોસ્ટેલમાં રહેતા હો તો આજકાલ ઘરે જશે. ઘર ઉપર જ અભ્યાસ કરશો. પ્રેક્ટિકલ પરીક્ષા માટે દિવસ સારો છે. મેડિકલના વિદ્યાર્થીઓને ખૂબ જ સફળતા મળશે.


Capricorn (મકર) Dec 21 - Jan 19


-આજે સવારે કોઈ એવી પ્રેરણા મળે કે બપોર સુધી તમે પૂરી શક્તિથી કોઈ કામમાં જોડાઈ જશો. ઓફિસમાં સત્તા સંઘર્ષ ચાલી રહ્યો છે. તમારે શું કરવાનું છે તે તમે જાણો છો. તમારા કામની ગતિ તેજ કરી દો. ઓફિસમાં કામમાં જરાય મોડું ન કરો. દિવસ ભારે વ્યસ્તતાનો છે અને એવામાં ગરિષ્ઠ ભોજન કરશો. માત્ર કામ ઉપર ધ્યાન આપો. મહેનત પછી રૂપિયાનો લાભ થાય. કોઈ અજાણ વ્યક્તિ સાથે મુલાકાત અને અચાનક જ તે વ્યક્તિ તમારો પાક્કો મિત્ર બની જશે. માતા-પિતાનું સુખ મળે. માતા-પિતાનું સુખ મળે. નિરંતર પ્રયાસમાં સફળતા મળે. નિર્ણય સારો રહે.


લવઃ-


-પૂરું ધ્યાન જીવનસાથી ઉપર આપી દો. જો તે નારાજ થઈ ગયા હોય તો ગિફ્ટ આપી મનાવો. તેમની જરૂરિયાતને સમજો અને તેમના કામમાં સહયોગ આપો.


પ્રોફેશનલઃ-


-આજે મહેનત, ભાગદોડ અને અડચણ પછી સફળતા અને ધનલાભ થાય. તેમાં પણ સમય સારો હવે આવી રહ્યો છે.


હેલ્થઃ-


-સ્વાસ્થ્યને લઈ સાવધાન રહેવું. સાંધામાં દુઃખાવો થઈ શકે.


કેરિયરઃ-


-કામ ઓછું કરશો અને વાત વધુ. મિત્રો સાથે સમય ખરાબ કરતા રહેશો. વાંચવાનો મૂડ બનાવવા માટે કઠોર મન કરો. ટેક્નિકલના વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ રહેશે.


Aquarius (કુંભ) Jan 20 - Feb 18


-આજે દિવસ પડકારોથી ભરેલ છો. બીજાની મદદ અને પ્રોત્સાહનથી તમારા કામ બની જશે. બની બનાવેલી યોજનાઓમાં મોડું થાય છે તે અંગે આજે ઉકેલ મળી જશે. કોઈ ક્ષણિક બાધા તમને જ નહીં બધાને પરેશાન કરશે. કોઈ એવું કામ થાય એવા કામની યોજના બને જે તમને આવનાર દિવસોમાં મોટો ફાયદો આપી શકે. આજથી એ કામ શરૂ કરી દો જેનું તમને પ્લાનિંગ કરી દો. કોઈપણ કામ પોતાના ઈષ્ટદેવને યાદ કરીને શરૂ કરો. કોઈ ચાલતુ કામ કે પહેલાથી નક્કી હોય તે આ કારણે અટકી શકે કે બાકી લોકો એક સૂરમાં કોઈ બીજી યોજનાની રટ લગાવશે. સાંજે કંઈક એવું કરો કે જે દિવસભરના દબાણને સંતુલિત કરી શકે.


લવઃ-


-પાર્ટનરનો સહયોગ મળે. પાર્ટનરની સાથે બહાર ફરવા જઈ શકો છો.


પ્રોફેશનલઃ-


-બિઝનેસવાળા આજે ઉધાર ન આપો. કામના સ્થળે નોકરીયાત લોકો અધિકારીઓથી પરેશાન થઈ શકે છે.


હેલ્થઃ-


-સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપો. આંતરિક રોગ ફરીથી સામે આવી શકે.


કેરિયરઃ-


-ઘણો આરામ કરી ચૂક્યા છો. હવે પોતાનો અભ્યાસ નવી રીતે ફરીથી ધ્યાન આપો. સોફ્ટવેયર એન્જિનિયર અને મેડિકલના વિદ્યાર્થીઓ માટે સમય ખૂબ જ સારો છે.


Pisces (મીન) Feb 19 - Mar 19


-બુધવારે ગ્રહયોગ ઓફિસના રાજપાટ તમારા હાથમાં અપાવી દેશે. સાથે જ બધા લોકો તરફથી તમને ભારે સમર્થન મળશે. તમારી માટે કંઈ જ અસંભવ નથી. ઉત્સાહ અને આત્મવિશ્વાસથી તમે જોખમો ઊઠાવી શકો. મિટિંગ જેવી સ્થિતિમાં લોકો પોતાની હેસિયત બતાવવા માટે સારો દિવસ છે.જો તમારે પ્રગતિ જોઈએ તો આજે વાત કરો. પ્રેમ પ્રસ્તાવ આપવાનો હોય તો આજે વાત કરી દો. કોઈની સાથે પરિચય કરવો હોય તો આજે કદમ ઊઠાવશો. આજે વધુ ખર્ચ ન કરો.આજે બધા સંસાધનોની પણ વ્યવસ્થા તમે કરી લેશો. ચારેય તરફ ખુશીનો માહોલ રહે. ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની ઈચ્છા થાય.


લવઃ-


-લવ લાઈફમાં ગલતફેમીઓ પેદા થઈ શકે છે. જીવનસાથી સાથે મળીને દૂર કરો. જીદ કરવી નુકસાન કરી શકે.


પ્રોફેશનલઃ-


-વેપારમાં નવા પ્રસ્તાવ મળે, ભાગ્યનો સાથ મળશે.


હેલ્થઃ-


-સ્વાસ્થ્ય નબળુ રહેશે. પેટ સંબંધિત રોગ પરેશાન કરી શકે છે.


કેરિયરઃ-


-મેડિકલ વિદ્યાર્થીઓ ખૂબ જ સફળ થાય પરંતુ આર્કિટેક્ટ, બાંધકામ સાથે જોડાયેલ લોકોને મહત્વપૂર્ણ સફળતા મળવાના યોગ છે. કરવામાં આવેલ મહેનતના પરિણામો આવશે.

  
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 3

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

Email Print
0
Comment