Religion Home Astrology
Dharm
Jeevan Jivi Jaano
Yoga
Avu kem
Pooja
Festivals of India
Rashifal
Welcome 2013
સ્ત્રી-પુરુષની વચ્ચેથી ન નિકળવું જોઈએ, કેમ કે?
Dharm Desk, Ahmedabad
| Apr 21, 2012, 16:45PM IST

विप्रयोर्विप्रवह्नेश्च दम्पत्यो: स्वामिभृत्ययो:।
अन्तरेण न गन्तव्यं हलस्य वृषभस्य च।।
આ સંસ્કૃત શ્લોકનો અર્થ છે કે બે બ્રાહ્મણો અર્થાત્ જ્ઞાનીની વચ્ચેથી, બ્રાહ્મણ અને અગ્નિની વચમાંથી, સ્વામી અને સેવકની વચ્ચેથી, પતિ-પત્નીની વચ્ચેથી અને હળ અને બદળ વચ્ચેથી નિકળવું અનુચિત માનવામાં આવે છે.
આચાર્ય ચાણક્યના કહેવા પ્રમાણે બે બ્રાહ્મણો કે બે વિદ્વાન વ્યક્તિ આપસમાં વાતચીત કરતા રહે તો તેમની વચમાંથી ન નિકળવું જોઈએ. એ જ રીતે કોઈ ધાર્મિક અનુષ્ઠામાં એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે બ્રાહ્મણ અને અગ્નિની વચમાંથી ન નિકળવું જોઈએ. સૌથી જરૂરી વાત જો કોઈ પતિ કે પત્ની આપસમાં કોઈ વાત કરી રહ્યા હોય કે ક્યાંક બેઠેલા હોય તો તેમની વચમાંથી ક્યારેય ન નિકળવું જોઈએ. આ શિષ્ટાચારના નિયમોની વિરુદ્ધ છે. આ પ્રકારે કાર્ય કરનાર વ્યક્તિને સમાજમાં સારી રીતે નથી જોવામાં આવતો. આ ક્રમમાં માલિક અને નોકરની વચમાંથી પણ ન નિકળવું જોઈએ. જો ક્યાંક બદળ હળની સાથે ઊભો હોય તો પણ તે બંનેની વચ્ચેથી ન નિકળવું જોઈએ. સંભવતઃ ચોટ લાગવાનો ભય રહે જ છે.
Ad Link
Advertisement
Advertisement
Advertisement
Top News
Advertisement







