Divya Bhaskar
Jyotish
Home » Dharm » Darshan » Badrinath- Jyoti Darshan

બદ્રીનાથ- અખંડ જ્યોતિના દિવ્ય દર્શન

Dharma Desk, Ahmedabad | Nov 03, 2010, 18:03PM IST
બદ્રીનાથ- અખંડ જ્યોતિના દિવ્ય દર્શન
શ્રદ્ધાળુઓ આ અખંડ જ્યોતિને ભગવાનની કૃપા અને આશીર્વાદનું જ એક રુપ ગણે છે.

ચારધામોમાંના એક એવા વૈષ્ણવ ધામ ભગવાન બદ્રીનાથના મંદિરના દ્વાર આ વર્ષે 19 મેના રોજ ખુલશે. મંદિરના દ્વાર છ મહિના સુધી ખુલે છે. મંદિરના દ્વાર એપ્રિલ-મેમાં ખુલીને ઓક્ટોબર-નવેંબર વિજયાદશમી સુધી ખુલ્લા રહે છે.

મંદિરના દ્વાર ખોલવાની તિથિ ફેબ્રુઆરી-માર્ચમાં વસંત પંચમીના દિવસે શુભ મુહૂર્ત જોઇને નક્કી કરવામાં આવે છે. પરંપર અનુસાર આજે પણ ઉત્તરાખંડના ટેહરી ગઢવાડ ક્ષેત્રના મહારાજાની હાજરીમાં વિદ્વાન બ્રાહ્મણો અને જ્યોતિષો દ્વારા મુહૂર્ત નક્કી કરવામાં આવે છે.

બદ્રીનાથ ધામમાં દ્વાર ખુલતા જ સહુથી વધારે મહત્વ તેની અખંડ જ્યોતિના દર્શનનું હોય છે. આ અખંડ જ્યોતિષ સમગ્ર વર્ષ સુધી પ્રજ્જવલ્લિત રહે છે. દ્વાર બંધ થયા બાદના છ મહિના સુધી ઠંડીની ઋતુમાં પણ આ અખંડ જ્યોતિ પ્રકાશિત જ રહે છે.

જ્યારે નવેંબરમાં કે દશેરાના દિવસે દ્વાર બંધ થાય છે ત્યારે અખંડ જ્યોતના પારંપરિક મોટા દીવામાં ઘી કે તેલ ઉમેરવામાં આવે છે. આ જ અખંડ જ્યોત પછીના છ મહિનાઓ સુધી નિરંતર પ્રજ્જવલ્લિત થતી રહે છે. એવું માનવામાં આવે છે કે દ્વાર બંધ થયા બાદ ભગવાન બદ્રીનાથ યોગ ધ્યાન મુદ્રામાં જાય છે અને દેવતાઓ તેમની પૂજા કરે છે. માટે જ દ્વાર ખુલતાની સાથે જ આ અખંડ જ્યોતિના દર્શનનું વિશેષ મહત્વ હોય છે.

શ્રદ્ધાળુઓ આ અખંડ જ્યોતિને ભગવાનની કૃપા અને આશીર્વાદનું જ એક રુપ ગણે છે. મંદિરના દ્વાર ખુલે ત્યારે અને બંધ થાય તે સમયે પૂજા અને આરતીની પરંપરા છે. દ્વાર ખુલે ત્યારે પૂજારીઓ અને કેટલાક વિશેષ લોકો દ્વારા ભગવાન અને અખંડ જ્યોતની પૂજા કરવામાં આવે છે. બાકીના બધા તીર્થયાત્રીઓ તપ્ત કુંડમાં ડૂબકી મારી સભા મંડપમાંથી કે બહારથી જ ભગવાનની પૂજા અને અખંડ જ્યોતિના દર્શન કરે છે.
Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
8 + 3

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment