અક્ષયતૃતીયાનું દાન-પુણ્ય, ઘરમાં ખુશીઓ ઓછી નહીં થાય!

અક્ષય તૃતીયા અર્થાત્ અખાત્રીજ(24 એપ્રિલ) આ ખાસ વસ્તુઓના દાનથી ઘરમાં રહેશે ભરપૂર ખુશહાલી
હિન્દુ પંચાંગના વૈશાખ મહિનામાં વિષ્ણુ પૂજા, ભક્તિ અને ઉપાસનાની ધર્મ પરંપરાઓથી જીવનશૈલીમાં સંયમ અને અનુશાસનની પ્રેરણા મળે છે. આ મહિનામાં જ શુક્લ પક્ષના ત્રીજા દિવસ અર્થાત્ તૃતીયા તિથી, અક્ષય તૃતીયાના રૂપમાં પ્રસિદ્ધ છે.
આ તિથિ દાન પ્રધાન છે. માન્યતા છે કે આ શુભ સંયોગમાં કરવામાં આવેલ દાન-પુણ્યનું ફળ અક્ષય માનવામાં આવે છે. આ કારણ છે કે ઘર-પરિવારમાં સુખ અને શાંતિ માટે આ દિવસ યથાશક્તિ દાનનું મહત્વ બતાવ્યું છે.
વાસ્તવમાં, દાન અહંકાર ભાવને દૂર રાખી માનવીને સફળ અને સહજ બનાવી રાખી છે. દાન-ધર્મની પરંપરાઓ મન, બુદ્ધિ અને વિચારને સકારાત્મક ઊર્જાથી પણ ભરી દે છે. એટલા માટે હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં ધાર્મિક અને વ્યાવહારિક દ્રષ્ટિએ દાનનું ખૂબ જ મહત્વ બતાવ્યું છે.
શાસ્ત્રો પ્રમાણે વૈશાખ મહિના અને ખાસ કરીને અક્ષય તૃતીયા ઉપર કરવામાં આવેલ દાન બીજી બધી તિથિઓ ઉપર કરવામાં આવેલ દાન કરતા વધુ છે. જાણો, વૈશાખ મહિનામાં કંઈ-કંઈ વસ્તુઓ અને સામગ્રીઓનું દાન ખૂબ જ અસીમ અને શુભ અને શાંતિ આપે છે.
આ દાન ભગવાન વિષ્ણુની વિધિત પૂજા ઉપાસનાની સાથે જ કોઈ બ્રાહ્મણ કે ગરીબ, અસહાય વ્યક્તિને દાન કરવાનું ખૂબ જ મોટુ પુષ્યુદાયી છે...
-જળથી ભરેલ માટીનો ઘડો, કળ અને વસ્ત્ર
-કળશની સાથે કાકડી કે ટેટીનું દાન કરો.
-પંખો, ચરણ પાદુકા
-છત્રી
-અનાજ
-જવ, ઘઉં
-ચણઆનો સત્તૂ
-દહીં-ચોખા.
-મોસમી ફળ જેવા કે ટેટી, તડબૂચ, કેરી વગેરે
-ખારેક
-ગોળ અને તુવેરની દાળ
-ચણા કે ચણાની દાળ
-ગરમીની મોસમમાં ઉપાયોગી પદાર્થો અને વસ્તુઓ
-શેરડીનો રસ
-દૂધથી બનેલી મિઠાઈઓ
-પિતૃઓને પિંડદાન
-જળનું દાન
-કેસર
-અષ્ટગંધ
-લાલ ચંદન
-ગોરોચન અનો ગૌલોચન
-શંખ
-ચાંદીના વાસણમાં ઘી
-કસ્તૂરી
-ઘંટ કે ઘંટાલ
-મોતી કે મોતીની માળા
-કાંસાના વાસમાં સોનુ
-માણિક રત્ન
-સોનાનું વાસણ
-ગાય
-જમીન







