આજે અખાત્રીજ: રાશિ અનુસાર કરશો દાન તો અનેકગણું પામશો

વૈશાખ સુદ ત્રીજના અક્ષયતૃતીયા એટલે કે અખાત્રીજ પણ કહે છે. ધર્મ ગ્રંથ અનુસાર આ દિવસે કરવામાં આવેલ શુભ કાર્યોનું અક્ષય એટલે કે પૂર્ણ ફળ મળે છે. આ દિવસ દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે. આ વખતે અખાત્રીજનું પર્વ 24 એપ્રિલ, મંગળવારના છે. જાણો, રાશિ અનુસાર ક્યા વ્યક્તિએ કઈ વસ્તુનું દાન કરવું કે જેથી તમે આપેલું અનેકગણું થઈને ફળ આપે –
મેષ –જવ કે જવથી બનેલા પદાર્થ તથા ઘઉંનું યથાશક્તિ દાન બ્રાહ્મણોને કરો.
વૃષભ – ગ્રીષ્મ ઋતુના ફળ, જળથી ભરેલા ત્રણ મટકી તથા દૂધનું દાન બ્રાહ્મણને કરો.
મિથુન –કાકડી, ખીર તથા લીલા મગ મંદિરના પૂજારીને દાન કરો.
કર્ક –જળથી ભરેલી મટકી, દૂધ તથા મિશ્રી કોઈ સાધુને દાન કરો. એક છત્રી કોઈ ગરીબને દાન કરવાથી અઢીયાનો દુષ્પ્રભાવ શાંત થાય છે.
સિંહ –જવ તથા ઘઉઁમાંથી કોઈ એક પદાર્થનો યથાશક્ય દાન કોઈ શિવ મંદિરમાં કરો.
કન્યા –કાકડી, ખીરું તથા તરબૂચ મંદિરના પૂજારીને દાન કરો.
તુલા –મજદૂર કે વટેમાર્ગુને પાણી પિવડાવો. કોઈ ગરીબને પગરખાનું દાન કરો શનિદોષ ઓછો થશે.
વૃશ્ચિક –કોઈ ગરિબ વ્યક્તિને જળથી ભરેલા પાત્ર, છત્રી અથવા પંખાનું દાન કરવાથીસાડાસાતીમાં રાહત રહે છે.
ધન –ચણાના લોટથી બનાવેલ પદાર્થ, ચણાની દાળ, ઋતુગત ફળમાંથી કોઈ એક પદાર્થ શિવમંદિરમાં દાન કરો.
મકર –જળથી ભરેલી મટકી, દૂધ તથા મીઠા પદાર્થ ગરીબ બ્રાહ્મણને દાન કરો.
કુંભ –જળથી ભરેલું માટલું, ઋતુગત ફળ તથા ઘઉં કોઈ ગરીબ વ્યક્તિને દાન કરો.
મીન –ચાર હળદરની ગાંઠ બ્રાહ્મણને દાન સ્વરૂપે આપો, વેસણથી બનાવેલ પદાર્થ મંદિરના પૂજારીને દાન કરો.







