Divya Bhaskar
Jyotish
Home » Jeevan Jivi Jaano » Shastro Ni Shikh » Anya » Acharya Chanakya 10 Year Earn Mony By Bad Way

આવી રીતે કમાયેલું ધન માત્ર 10 વર્ષ જ ટકશે! કેમ કે?

Dharm Desk, Ahmedabad | Apr 01, 2012, 20:40PM IST
આવી રીતે કમાયેલું ધન માત્ર 10 વર્ષ જ ટકશે! કેમ કે?
રૂપિયા કે ધનનો મોહ પ્રાચીનકાળથી જ છવાયેલો રહ્યો છે. કેટલાક અપવાદોને છોડી દઈએ તો દરેક વ્યક્તિને ધન જોઈએ. ધનના અભાવમાં યોગ્ય જીવન નિર્વાહ કરી શકવો અસંભવ જેવું હોય છે. આજકાલ રૂપિયાની લાલસા એટલી વધી ગઈ છે કે વ્યક્તિ ખોટા કામથી ધન પ્રાપ્ત કરવા લાગે છે. એવું નથી કે આજના સમયમાં જ આ એ પ્રકારના અવૈધાનિક કાર્ય કરવામાં આવે છે, પ્રાચીનકાળથી જ એવા કાર્યોથી ધન કમાવાની પ્રથા બની હતી. આ બાબતમાં આચાર્ય ચાણક્ય કહે છે....

अन्यायोपार्जितं द्रव्यं दश वर्षाणि तिष्ठति।

प्राप्ते एकादशे वर्षे समूलं च विनश्यति।।


આ શ્લોકનો અર્થ એ છે કે અન્યાય કે ખોટા કામથી કમાયેલુ ધન વધુમાં વધુ 10 વર્ષ સુધી જ વ્યક્તિની પાસે રહી શકે છે. 11માં વર્ષેથી તે વ્યક્તિના ધનનો વિનાશ થવાનું શરૂ થઈ જાય છે.

આચાર્ય ચાણક્ય કહે છે કે રૂપિયા કમાવા માટે લાલચી લોકો ખોટા કામ કરતા રહે છે, અન્યાય કરે છે, પાપ કરે છે પરંતુ એવા રૂપિયા વધુ સમય સુખ નથી આપતા. એવા લોકો ગમે એટલા રૂપિયા કમાઈ લે પરંતુ તેને માનસિક શાંતિ પ્રાપ્ત નથી થતી. હંમેશાથી તેમનું મન વિચલિત રહે છે. જ્યારે જે લોકો ધર્મ પ્રમાણે કામ કરી ધન પ્રાપ્ત કરે છે તેઓ ભલે ગરીબ હોય પરંતુ મનની શાંતિ તેમની પાસે હોય છે. લાલચને ચાલતા કરવામાં આવેલ ખોટા કામ ચોક્કસપણ ખરાબ ફળ પ્રદાન કરે છે. એવું ધન વધુમાં વધુ 10 વર્ષો સુધી સુખ-સુવિધાઓ પ્રદાન કરી શખે છે પરંતુ ત્યાબાદ લાલચી લોકોનો સમય ખૂબ જ ખરાબ આવે છે. ચાણક્યના કહેવા પ્રમાણે ધર્મ પ્રમાણે જ ધન કમાવું જોઈએ નહીંતર ભવિષ્યમાં અનેક પ્રકારે કષ્ટો સહન કરવા પડી શકે છે.





Your Opinion
 
To post this comment you must log in

Login/Connect with:
OR
Fill in your details
 
 

Will be displayed

 
 

Will be displayed

 
Code:
1 + 2

 
Advertisement


Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

Business

Jokes

 

Most Read

Photogallery

 
Email Print Comment