દોસ્તો, વેલેન્ટાઈન આવી રહ્યો છે, તમે રંગબેરંગી કાગળ લઈ આવ્યા હશો, તમારા પ્રેમી કે પ્રેમીકા માટે સારા શબ્દો શોધતા હશો. આનંદ તો એ છે કે આ વખતે વસંતપંચમી અને વેલેન્ટાઈન સાથે આવે છે. આજ જણાવે છે કે પ્રેમનો ઉત્સવ મનાવવા કોઈ સંસ્કૃતિ કે સભ્યતાની દિવાલો નથી હોતી.
તમે નવા-નવા પ્રેમમાં પડ્યા છો કે પછી તમારો પ્રેમ જુનો થઈ રહ્યો છે તો પણ ક્યાંક કોલેજના બાંકડે કે બંધ કારની અંદર તમારા પ્રેમી સાથે વાંચવા જેવી એવી વાતો જે આજથી વર્ષો પહેલા કહેવાય છે પણ તે આપણને આજે પણ શીખવે છે કે સ્ત્રી સાથે કઈ રીતે પ્રેમ કરી શકાય, કોઈ છોકરી તમને કેટલી હદે પ્રેમ કરી શકે. સ્ત્રીઓના સંવેદન શીલ તંત્રો ક્યારે કેમ રણઝણી જાય?! આ અને આવું બધું જ આપણને 'કામસૂત્ર' સીવાય પણ જણાવા મળે તેવી કેટલાક સંસ્કૃત ગ્રંથોની વાતો જેના નામ અને તેમાંથી શું જાણવા મળે છે.
અહીં છ એવી સંસ્કૃત કૃતિઓ પસંદ કરી છે કે તેમાં તમે જાણી શકશો કો એક સ્ત્રી આખરે શું ચાહે છે, પ્રેમના પ્રથમ રોમાંસને કઈ રીતે હેન્ડલ કરી શકાય અને તમને અને વડિલોને વેમ હોય કે મહેશ ભટ્ટના ફિલ્મોમાં જ આવા દ્રશ્યો આવે તો તેને વાંચવું કે વંચાવવું જોઈએ કે મહેશ ભટ્ટની ફિલ્મોને ધોબી પછાડ આપે તેવી વાતો પણ લખાય છે....