મૃત્યુ પામીને જીવતા રહેલા ગુજરાતના ગરવા પ્રેમીઓની કહાણી...
એક ક્ષણ બધું સ્થિર થઈ જાય, રસ્તાઓ ઓગળવા લાગે છે, આસપાસ બધું વિલાય છે અને બે આંખોમાં ઉંડું ઉતરવાની જીદ્દ, તસતસતા ચૂંબનથી પ્રિયા કે પ્રિયતમને પામવાની ઘેલછાથી માંડ ઉભું થતું શરીર પણ તૂટી પડે છે અને તેમાં એક અવાજ...
‘યહાં સે બહોત દૂર, ગલત ઔર સહી કે પાર, એક મેદાન હૈ મેં વહાં મિલુંગા તુજે..’
અને પછી તૂટી-ભાંગીને પણ આખરે પ્રેમના ઓરતા પૂરાં કરીને એકમેકને મળવાના કોડ જ્યારે પૂરાં થાય ત્યારે રચાય એક નવી શરૂઆત. આવી જ કંઈક લવ સ્ટોરીઓ રચાણી છે આપણાં ગુજરાતના પ્રદેશોમાં. કાળના થાપા ખાતી-ખાતી આ લવ સ્ટોરી આજે કોઈ દેવળ બની ગયું છે તો કોઈ પ્રેમિકા ‘આઈ મા’ તરીકે પણ પૂજાય છે. જ્યારે પ્રેમ કર્યો ત્યારે જે સમાજે તેને ધિક્કાર્યા તે પાગલ થયા પછી પૂજાયા છે. માટે પ્રેમીઓને ‘થપ્પડથી ડર નથી લાગતો પણ પ્રેમથી ડર લાગે છે.’
અહીં તો વાત કરવી છે એવી કથાઓની જેમાં કોઈ પ્રેમી યુગલને હિમાલય ગળી ગયો, તો કોઈને ગીરના ડૂંગરાએ વલોવી વલોવીને મારી નાખ્યા, તો વળી, કેટલાક ફરી મળ્યા ત્યારે લાપસીના આંધણ મુકાયા અને એક એવો ય પ્રેમ છે કે ભૂત સાથે પ્રેમિકાએ ફેરાફર્યા હોય. જાણીએ આવા પ્રેમની પારાવાર પીડાતી પ્રમ કહાણીઓ....