26મી જાન્યુઆરી આવે એટલે ગુજરાત માટે બે રીતે યાદ કરવા લાયક થઈ પડે. એક તો એ વાત કે તે આપણા દેશનો ગણતંત્ર દિવસ છે અને તે દિવસે આપણું બંધારણ પ્રકાશિત થયું. આ દિવસ ગુજરાત માટે એ માટે યાદગાર રૂપ છે કે ગુજરાતના બે મહાન વ્યક્તિઓ આ કામમાં સંકાળાયેલા હતા તેમાં એક હતા સરદાર અને બીજાહતા કન્હૈયાલાલ મુનશી. આ ઉપરાંત ગુજરાત માટે મહત્વની ઘટના હતી 2001ના દિવસે થયેલી કંપાવનારી ધરતી કંપની ઘટના.
આ કુદરતી આપત્તિમાં અનેક લોકોને જીવ ગયા અને અનેક દિવસો ઘર-બાર, ખાવા-પીવા કે જીવવાના ફાંફા પડવા લાગ્યા હતા. આવી ઘટના કુદરતનો એક રીતે માનવ પર કેર હોય છે. આવા કુદરતના કોપનું વર્ણન વિશ્વની કઈ લોક કથા કે ધર્મકથામાં આવે છે તે વિશે જોઈશું....