હસ્તરેખા અને તલ
Friday, Jun 4th, 2010, 3:14 pm [IST]  
  • + comment
  • |
  • +Share

danik bhaskar  હસ્તરેખા અને તલ

Dr. Jitendra Patel
First Published:  19:29[IST](21/05/2010)
Last Updated :  15:14[IST](04/06/2010)

હસ્તરેખા અને હથેળીમાં તલનાં વિવિધ સ્થાનો જોઈને નીચે પ્રમાણે ફળ કહેવું.

Hand lines- શુક્રના પહાડ પર તલ હોય તો આકસ્મિક ધનલાભ થાય. શેર-સટ્ટાથી ફાયદો થાય. લગ્ન વહેલાં થાય.- આયુષ્યરેખા પરનો તલ ઝેરી જીવજંતુ કરડવાના ભયની નિશાની છે. તેમજ અસાઘ્ય રોગનું સૂચન પણ કરે છે.- યાત્રા-મુસાફરી દર્શાવતી રેખા પર તલ હોય તો તે દરમિયાન જાતકનું મૃત્યુ થાય છે.- ભાગ્યરેખા પર તલ હોય તો ધનસંપત્તિ તથા ભાગ્યનો નાશ થાય. - ચંદ્રના પહાડ પર તલ હોય તો પાણીની ઘાત સમજવી.- સ્વાસ્થ્યરેખા પર તલ નાદુરસ્ત તબિયત સૂચવે છે.- બુધની રેખા પરનો તલ ઇન્ડસ્ટ્રી, કારખાનું વગેરેનો નાશ કરે. ઘર, મકાન, ગોડાઉન વગેરેમાં આગથી નુકસાન થાય. જાતક ચોર, ખિસ્સાકાતરું, ધોખાબાજ હોવાનો ભય રહે.- ગુરુના પહાડ પર કાળો તલ હોય તો અપયશ, ધનહાનિ અને વિવાહ કે લગ્નજીવનમાં વિધ્નો આવે.- શનિના પહાડ પર કાળો તલ હોય તો પ્રેમમાં નિષ્ફળતા કે બદનામી થાય. પતિ કે પત્ની બેમાંથી એકનું દાઝી જવાથી મૃત્યુ સંભવે.- સૂર્યના પહાડ પર તલ હોય તો આંખને લગતા રોગ, માનહાનિ, નિંદા વગેરે સહન કરવાં પડે.- ચંદ્ર પર તલ હોય તો લગ્ન મોડાં થાય, પ્રેમમાં નિષ્ફળતા તથા પાણીથી ઘાત રહે.- મસ્તકરેખા પર તલ હોય તો માથામાં વાગે અથવા મગજને લગતી બીમારી થાય.- હૃદયરેખા પર તલ હોય તો નિર્બળ હૃદયના બને.- સ્ત્રી જાતકની લગ્નરેખા પર કાળો તલ વૈધવ્ય આપે.- હથેળીમાં એક પણ તલ ન હોય તો તેવો જાતક સંપૂર્ણ સુખી કહેવાય.

બુધનો પર્વત : નસીબમાં કેટલી સંપત્તિ છે તે દર્શાવે છે. કનિષ્ઠ આંગળીના મૂળમાં બુધનો પર્વત હોય છે. બુધનો પર્વત વધુ વિકસિત હોય તો વ્યક્તિ ધન ભેગું કરવામાં લાગેલો હોય છે. વિકસિત બુધનો પર્વત જો સૂર્ય તરફ ઢળેલો હોય તો વ્યક્તિ કલાકાર, સ્વભાવે હસમુખો હોય, આવી વ્યક્તિ જીવનમાં સહેલાઈથી સફળતા મેળવે છે. હથેળીમાં બુધનો પર્વત ન હોય તો આર્થિક સંકડામણ જીવન દરમિયાન રહે છે. વિકસિત બુધનો ઢાળ હથેળીની બહારની તરફ હોય તો વ્યક્તિ શ્રેષ્ઠ વેપારી, અભિનેતા, વકીલ, ડોક્ટર કે મનોવૈજ્ઞાનિક હોય છે. સામેની વ્યક્તિને પ્રભાવિત કરે. પ્રેમમાં ગંભીર હોતા નથી.

બુધના પર્વત પર વર્ગનું ચિહ્ન(કુંડાળું) હોય તો જાતક અપરાધી હોય છે. મોટા લેવલ પરનો ગુનેગાર હોઈ શકે. કનિષ્ઠ આંગળીની શરૂઆત પાતળી ધારવાળી હોય તો જાતક શ્રેષ્ઠ વેપારી હોઈ શકે. કનિષ્ઠ આંગળીની શરૂઆત વર્ગાકાર હોય તો શ્રેષ્ઠ વક્તા અને ચપટી હોય તો વકતા અને અચાનક લાભ મેળવનાર બને.

બુધનો પર્વત વિકસિત હોય અને કનિષ્ઠ આંગળી ગાંઠદાર અને વાંકી હોય તો વ્યક્તિ અસત્યવાદી, ચતુર અને કઠોર સ્વભાવનો હોય છે. બુધનો પર્વત વિકસિત હોય અને આંગળીઓ લાંબી હોય તો અનેક સ્ત્રીઓ સાથે મધુર સંબંધ હોય. બુધના પર્વત પર એક સીધી રેખા ઊભી હોય તો આર્થિક સઘ્ધરતા રહે. વ્યક્તિ જ્યોતિષ, ધર્મ અને ચિકિત્સાનાં ક્ષેત્રમાં આગળ વધે. સફળતા મેળવે.

શુક્રનો પર્વત : અંગૂઠાના મૂળની નીચે આયુષ્યરેખાથી ઘેરાયેલો નીચલા મંગળના નીચેના ભાગમાં શુક્ર પર્વત હોય છે.

શુક્રમાં સ્વાસ્થ્ય, ભોગવિલાસ, સૌંદર્ય, પ્રેમ, લાગણીશીલતા, સંગીતપ્રેમ વગેરે ગુણ હોય છે. આવો જાતક ધીરજવાન, સાહસિક, આળસુ અને બેદરકાર હોય છે. જો હથેળી ખબરચડી હોય તો વ્યક્તિ અતિશય કામી અને વિલાસી હોય છે. હથેળી મુલાયમ હોય તો વ્યક્તિ સંવેદનશીલ અને સફળ પ્રેમી હોય છે.

શુક્રનો પર્વત વિકસિત હોય, તેના પર ત્રિકોણ હોય તો વ્યક્તિ ભૌતિકવાદી, ધનવાન હોય છે. શુક્રના પર્વત પર કુંડાળાનું નિશાન હોય તો વ્યક્તિ ભોગી હોય.

  share
apne vichaar